ડાયટિંગ એટલે ઓછું ખાવું એવું જરાપણ ન સમજતા

સામાન્ય રીતે વજન ઘટાડવું હોય ત્યારે લોકો ક્રૅશ ડાયટિંગ કરે છે. તેઓ ખાવાનું ખૂબ ઓછું કરી દે છે, પરંતુ એમ કરવાથી તો તમે સરવાળે વધુ મેદસ્વી થશો એવું બ્રિટિશ રિસર્ચરોનું કહેવું છે.

ફિનલૅન્ડની યુનિવર્સિટી ઑફ હેલ્સિન્કીના નિષ્ણાતોનું કહેવું છે કે વજન ઘટાડવા માટે કસરત અને ડાયટમાં નિયમિતતા લાવવી આવશ્યક છે. ક્રૅશ ડાયટિંગ કરીને તત્પૂરતું તો વજન ઘટશે પણ જેવું તમે પાછું રેગ્યુલર ખાવાનું શરૂ કરશો એટલે વજન પહેલાં કરતાંય વધુ વધી જશે.

દસ વર્ષના ગાળામાં સ્ત્રીઓનું દર વર્ષે સરેરાશ ૦.૯ કિલો અને પુરુષોનું એક કિલો વજન વધે છે. વચ્ચે-વચ્ચે ક્રૅશ ડાયટિંગનો અખતરો કરનારા લોકોમાં વજન વધવાનો રેશિયો વધી જાય છે. વજન કન્ટ્રોલમાં રાખવા માટે એક્સર્સાઇઝ અને રેગ્યુલર સમયાંતરે નિશ્ચિત પોષક તત્ત્વોવાળું સંતુલિત ભોજન લેવું આવશ્યક છે.

You might also like