સ્કિન-કેન્સરની ચમત્કારિક દવા ટામેટાંમાંથી મળી શકશે

અલ્ટ્રા-વાયલેટ કિરણોના વધુ પડતા સંસર્ગને કારણે ત્વચામાં કેન્સર પેદા થઈ શકે છે એ તો સૌ જાણે છે, પણ આ કિરણોથી પ્રોટેક્ટ કરવામાં ટામેટાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. ટમેટાંને લાલ રંગ આપતાં રંજકદ્રવ્યો અલ્ટ્રાવાયલેટ કિરણોથી ત્વચાના કોષોને પ્રોટેક્ટ કરી શકે છે. અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે આ માટે ટામેટાં ત્વચા પર લગાવવા તેમ જ ખાવા બંનેથી ફાયદો થઈ શકે છે. ત્વચાના કેન્સરની ગાંઠ ટામેટાંની ડાયટથી ઓગળી પણ શકે છે. ટ્રાયલમ માટે સંશોધકોએ ઉંમદરોને રોજ ડાયટમાં ચોક્કસ માત્રામાં ટામેટાંનો પાઉડર આપ્યો હતો. લગભગ ૩૫ વીક સુધી ઉંદરોને ટામેટાંનો પાઉડર ખૂબ મોટી માત્રામાં ખવડાવ્યા પછી કેન્સરની ગાંઠ પચાસ ટકા જેટલી ઓગળી ગયેલી જોવા મળી હતી.
http://sambhaavnews.com/

You might also like