ડીઝલના ભાવવધારાથી માલભાડામાં વધારાની શક્યતા

અમદાવાદ: તાજેતરમાં જ ડીઝલના ભાવમાં પ્રતિલિટર રૂ. ૨.૨૬નો વધારો કરાતાં ડીઝલ પ્રતિલિટર ૫૯.૮૨ની સપાટીની ઉપર પહોંચી ગયું છે. પાછલા પાંચ જ મહિનામાં ડીઝલના ભાવમાં ૧૦ રૂપિયાથી વધુનો પ્રતિલિટરે વધારો જોવાયો છે ત્યારે હવે ટ્રાન્સપોર્ટર્સ દ્વારા પણ માલ પરિવહન ભાડામાં વધારો કરાય તેવી શક્યતા જોવાઇ રહી છે.

ટ્રાન્સપોર્ટર્સના કહેવા પ્રમાણે પાછલા કેટલાક સમયથી ઓટોપાર્ટ્સ તથા ટ્રાન્સપોર્ટ મેન્ટેનન્સના ખર્ચમાં પાંચથી સાત ટકા વધારો જોવાયો છે, એટલું જ નહીં કોમર્શિયલ અને લાઈટ કોમર્શિયલ ટ્રકના ભાવમાં પણ વધારો જોવાઇ ચૂક્યો છે ત્યારે ટ્રાન્સપોર્ટર્સ દ્વારા વધતા જતા માલ પરિવહનના પગલે ભાડા વધારો કરવાની તૈયારીઓ કરી લેવાઇ છે.  સ્થાનિક ટ્રાન્સપોર્ટર્સના કહેવા પ્રમાણે આગામી દિવસોમાં દિવાળી પૂર્વે બેથી પાંચ ટકાનો માલ પરિવહન ભાડામાં વધારો આવી શકે છે.

You might also like