ડીઝલના ભાવવધારાથી ટ્રાન્સપોર્ટેશન મોંઘું

અમદાવાદ: ૧૬ જૂનથી સરકારની નીતિ મુજબ રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. જોકે વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો નોંધાયો હોવા છતાં ઓઇલ કંપનીઓ દ્વારા પાછલા કેટલાય સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં એકતરફી વધારો કરી રહી છે. ૧૦ જુલાઇ બાદ ડીઝલના ભાવમાં અત્યાર સુધીમાં રૂ. ૪.૪૦ કરતા પણ વધુનો પ્રતિલિટરે વધારો જોવાઇ ચૂક્યો છે. હાલ અમદાવાદના બજારોમાં ડીઝલનો ભાવ પ્રતિલિટર રૂ. ૬૪.૯૨ની ઉપર પહોંચી ગયો છે.
દેશભરમાં જુલાઇ બાદ બે મહિનામાં ચાર રૂપિયા કરતાં પણ વધુનો જોવાઇ ચૂક્યો છે ત્યારે ડીઝલ ખર્ચના વધારાના કારણે માલ પરિવહન ખર્ચમાં પણ વધારો નોંધાયો છે. એક બાજુ દિવાળીના તહેવારોને લઇને માલની હેરફેર વધી રહી છે તો બીજી બાજુ ડીઝલના ભાવમાં ૧૦ જુલાઇ બાદ રૂ. ૪.૪૦ કરતાં પણ વધુનો લિટરે ભાવવધારો થતા ટ્રાન્સપોર્ટરોએ વધતા પરિવહન ખર્ચના પગલે ભાડામાં ૩થી ૫ ટકા સુધી વધારો કર્યો છે.

ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના જાણકારોના જણાવ્યા પ્રમાણે ડીઝલના ભાવમાં તથા મેન્ટેનન્સ ખર્ચમાં વધારાના કારણે માલ પરિવહન ખર્ચ વધતાં માલ ભાડામાં ત્રણથી પાંચ ટકાનો વધારો કરવો પડ્યો છે.

You might also like