ડીઝલ બેન: મર્સિડીઝ બેંઝએ ભારતના રોકાણ પર લગાવ્યો પ્રતિબંધ

મર્સિડીઝ બેંઝએ ભારતમાં થનારા તેના દરેક રોકાણો ઉપર હાલમાં પ્રતિબંધ લગાવી દીધો છે. કંપનીએ દિલ્હી એનસીઆરમાં 2000 સીસીથી વધારે ક્ષમતા વાળા ડીઝલ એન્જીન વાળી કારોના વેંચાણ ઉપર લાગેલા પ્રતિબંધ જોતાં આ પગલું ભર્યુ છે. મર્સિડીઝએ સંકેત આપ્યો છે કે જો બેનને લઇને કોઇ સ્પષ્ટતા આવશે નહીં તો ભારતમાં રોકાણને લઇને આગળ કડક પગલાં લેવામાં આવશે.

મર્સિડીઝ ઇન્ડિયાના સીઇઓ અને મેનેજિંગ ડાયરેક્ટર રોલેન્ડ ફોલ્ગરએ બુધવારે જીએલએસ 350ડી એસયૂવીના લોન્ચિંગ પછી આ બબાતે જાણકારી આપી. તેમને કહ્યું કે, ‘રોકાણના દરેક નિર્ણને રદ કરવામાં આવ્યા નથી, રોકાણોની કેટલીક યોજનાઓને થોડાક સમય માટે ટાળવામાં આવી છે. જો પ્રતિબંધ આગળ પણ ચાલું રહેશે તો રોકાણને રદ કરવામાં પણ આવી શકે છે. હાલમાં તો અમે જવાબદાર કાર કંપની પ્રમાણે કામ કરી રહ્યા છીએ અને દરેક નિયમોનું પાલન કરી રહ્યા છીએ.’

ભારતમાં કંપનીએ છેલ્લા 10 વર્ષમાં એક હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. આ રોકાણ મહારાષ્ટ્રમાં આવેલ ચાકણ પ્લાન્ટમાં કરવામાં આવ્યું છે. કંપનીએ આ પ્લાન્ટની કેપેસીટીને બમણી કરવા માટે 150 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે ડીઝલ બેનના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો નથી. કારણ કે દિલ્હી એનસીઆર લક્ઝરી કારો માટે મોટું અને મહત્વપૂર્ણ બજાર છે.

પ્રતિબંધ લાગવાને કારણે મર્સિડીઝની પોપ્યુલર ડીઝલ કારનું વેંચાણ નબળું પડી ગયું છે. કેટલીક મર્સિડીઝ કારોને છોડી દઇએ તો વધારે કારોની અનેજીન ક્ષમતા 2,143 સીસીની ઉપર છે.

You might also like