નવજાતની તસવીરને લાઈક ન મળતાં મમ્મીઓ ડિપ્રેશનમાં અાવે છે

બાળક નાનું હોય ત્યારે મમ્મીઓ તેની જાતજાતની તસવીરો પાડીને ફેસબુક અને વોટ્સએપના ડિસ્પ્લે પિકમાં મૂકતી હોય છે. તસવીરો મૂક્યા બાદ જો વધુ લોકો તરફથી લાઈક ન મળે અથવા તો લોકો તેની નોંધ ન લે તો મમ્મીઓ ડિપ્રેશનમાં અાવી જાય છે. સંશોધકો કહે છે કે જે મહિલાઓ પોતાના બાળઉછેર વિશે તેમજ બાળક વિશે બીજા લોકો તરફથી પોઝિટિવ કોમેન્ટ્સ મેળવવાના અાશયથી બાળકની નાની મોટી વાતો અને તસવીરો ઓનલાઈન તરતી મૂકતા હોય છે. તેમને લોકોના રિસ્પોન્સથી માનસિક અસર થતી હોય છે.

You might also like