શું જયલલિતા એક દિવસ પહેલાં મૃત્યુ પામ્યા હતા?

નવી દિલ્હીઃ ગત રવિવારે જયલલિતાને હાર્ટએટેક આવ્યો હતો. ત્યાર બાદથી ડોક્ટરોની ટીમે તેમને બચાવવાના સંભવ પ્રયાસો કર્યા હતા. આખરે સોમવારે જયલલિતાએ મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. પરંતુ પાર્ટીના નેતાઓએ રવિવારે સાંજથી જયાના અંતિમ સંસ્કાર માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

સરકારી સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ મંગળવારે જે તાબુતમાં તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાને દફનાવ્યા હતા તેનો ઓર્ડર AIADMKની પાર્ટીએ રવિવારે જ કરી દીધો હતો. એટલું જ નહીં તેના થોડા સમય પછી રાજાજી હોલને પણ સાફ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જ્યાં જયલલિતાને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા હતા. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ રવિવારે રાત્રે 7 વાગ્યાની આસપાસ તમિલનાડુ સરકારે ચાર મંત્રીઓ પનીરસેલ્વમ, ડી જયકુમાર, પી બેજામિન અને પંડ્યારાજનને જયાની ગંભીર સ્થિતી અંગે માહિતી આપવામાં આવી હતી.

આ ચાર મંત્રી જ તે વખતે હોસ્પિટલમાં હાજર હતા. બાકી મંત્રીઓને બાદમાં માહિતી આપવામાં આવી હતી. જયાના નજીક એવા શશિકલા તે સમયે કાંઇ પણ કહેવાની પરિસ્થિતિમાં ન હતા. એક અગ્રગણ્ય નેતાએ જણાવ્યું હતું કે કે જયાની પરિસ્થિતિ ખૂબ જ નાજુક હતી. જે ડિવાઇસ પર જયા હતા. તેની પર તેઓ થોડા સમય માટે જ જીવીત રહ્યાં હતા.

home

You might also like