સલમાનની સલાહથી કેટરીનાનું ફેસબુક ડેબ્યુ

મુંબઇઃ કેટરીના કેફે તેના 33માં બર્થડે પર ફેસબુક પર ડેબ્યુ કર્યું છે. ત્યારે કેટરીનાના ફેન્સ તેની સાથે ફેસબુકના માધ્યમથી ઇન્ટરેક્શન કરી શકશે. જો કે કેટરીનાએ તેના એક્સ બોયફ્રેન્ડ સલમાન ખાનના કહેવાથી ફેસબુક પર ડેબ્યુ કર્યું છે. મળતી માહિતી મુજબ સલમાને જ કેટરીનાને સોશિયલ મીડિયા પર એક્ટિવ થવા જણાવ્યું હતું. જેથી તે પોતાના ફેન્સ સાથે જોડાઇ શકે.

કેટરીનાનું સોશિયલ મિડિયા પર જોઇન્ટ થવાનું કારણ પર્સનલ પણ છે. ધૂમ-2ની આ એક્ટ્રેસ સોશ્યિલ મીડિયાના માધ્યમથી ફેન્સ સાથે ઇન્ટરેક્ટ કરવા માંગે છે. ફેસબુક પર તેણે પોતાની જાતને એક્ટર કમ ડિરેક્ટર દર્શાવી છે. કેટરીનાએ બર્થડે પર એક શાનદાર પાર્ટી આપી હતી. જો કે સલમાન તેમાં આવ્યો ન હતો. કેટરીનાની પાર્ટીમાં તેના બોલિવુડ ફ્રેન્ડ્સમાં સલમાનની બહેન અલવીરા ખાન અગ્નિહોત્રી, કરણ જોહર, કબીર ખાન અને તેની પત્ની મિની માથુર, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કેટરીનાની મેનેજર રેશ્મા શેટ્ટી હાજર હતા.

You might also like