ત્રણ અબજ રૂપિયામાં વેચાશે અા દુર્લભ હીરો

ક્રિસ્ટીઝ ઓક્શન હાઉસ દ્વારા મે મહિનામાં એકથી એક ચઢિયાતા કિંમતી રત્નોની હરાજી યોજાઈ રહી છે. જો કે તેમાં સૌના અાકર્ષણનું કેન્દ્ર બનશે અત્યંત દુર્લભ એવો બ્લ્યુ રંગનો હીરો. હીરાના ભૂતપૂર્વ માલિક ફિલિપ ઓપન હાઈમરના નામ પરથી અા હીરાનું નામ ઓપનહાઈમર બ્લ્યુ કરવામાં અાવ્યું છે. પ્રખ્યાત હીરા કંપની બિયર્સ અગાઉ અા વ્યક્તિના હસ્તક હતી. હીરાના નિષ્ણાંતો કહે છે કે વિશ્વમાં કુલ મળતા હીરા પૈકી અાવા હીરા માત્ર ૦.૧ ટકા કિસ્સામાં જ મળે છે. અા હીરો ત્રણ અબજ રૂપિયા ખેંચી લાવશે તેવી અાશા છે.

You might also like