આ પાર્કમાં જાવ, ખોદકામમાં મળશે હીરા

સોના અને હીરાની ચમક દરેક વ્યક્તિને તેની તરફ આકર્ષે છે. લોકો તેને પોતાના જીવનમાં પામવા માટે ખૂબ જ મહેનત કરે છે. જો તમને કહેવામાં આવે કે દુનિયામાં એક ખેતર એવું છે જે જ્યાં હીરા ઉગે છે.. તેની રસપ્રદ વાત તો એ છે કે સામાન્ય વ્યક્તિ તેને શોધી શકે છે. જેને હીરો મળે છે તેનો જ તે થઇ જાય છે.

અમેરિકામાં અરકાંસાસ સ્ટેટના પાઇક કાઉટીમાં મરક્રેસવોરોમાં એક ખાણ છે. આ અરકાંસાસ નેશનલ પાર્કમાં કોઇ પણ જઇ શકે છે. જોકે અહીં જતા પહેલાં ચોક્કસ કિંમત ચૂકવવાની હોય છે. રસપ્રદ વાતતો એ છે કે અહીં મળનારા હીરા પર સરકાર કોઇ જ ટેક્સ લગાવતી નથી. અહીં પાર્ક 37.5 એકરમાં ફેલાયેલો છે. તેના ઉપરના સ્તરમાં જ ડાયમંડ મળી જાય છે. જેના કારણે તેને ધ ક્રેટર ઓફ ડાયમંડ કહેવામાં આવે છે.

આ પાર્ક 1906માં જોન હડલેસ્ટોન પાસે હતો. તેમને અહીંથી બે ચમકતા પત્થર મળ્યા હતા. જેની તપાસ કરવા પર ખ્યાલ આવ્યો કે તે કિંમતી હીરા છે. ત્યાર બાદ તેમણે આ પાર્કને વેચી દીધો. 1972માં આ જમીન નેશનલ પાર્કમાં આવી ગઇ. થોડા સમય પછી આ જમીનને સામાન્ય માણસ માટે ખોલી દેવામાં આવી. આ ખેતરમાં અત્યાર સુધી 31,000થી વધારે હીરા મળી આવ્યા છે.

http://sambhaavnews.com/

You might also like