ડાયમંડ બજારના દલાલના ત્રણ લાખ લૂંટી બાઈકર્સ ફરાર

અમદાવાદ: બાપુનગરમાં અનિલ સ્ટાર્ચ મિલ રોડ પર ધોળા દિવસે બાઇક લઇને આવેલા બે અજાણ્યા શખ્સો ડાયમંડ બજારમાં દલાલી કરતા વેપારી પાસેથી ત્રણ લાખ રૂપિયા ભરેલો થેલો ખેંચીને ફરાર થઇ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. બાપુનગર પોલીસ આ મુદ્દે લૂંટની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બાપુનગર ઇન્ડિયા કોલોની પાસે આવેલ પ્રતીક ટેનામેન્ટમાં રહેતા 51 વર્ષીય હસમુખભાઇ સવજીભાઇ પટેલ બાપુનગર ડાયમંડ બજારમાં દલાલીનો વેપાર કરે છે. તારીખ 21મી જૂનના રોજ હસમુખભાઇ 3 લાખ રૂપિયા લઇને બાપુનગર અનિલ સ્ટાર્ચ મિલ રોડ પરથી પસાર થતા હતા. તે સમયે બાઇક ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ હસમુખભાઇ પાસે ભરેલો થેલો ખેંચીને ફરાર થઇ હતા હતા. આ ઘટનામાં હસમુખભાઇ પટેલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ દાખલ કરાવી છે. બાપુનગર પોલીસે ડાયમંડ બજારમાં આવેલા સીસીટીવી ફૂટેજ તથા ઘટના સ્થળ ઉપર આવેલા સીસીટીવી ફૂટેજ તપાસીને આરોપીઓને પકડવા માટે ચક્ર ગતિમાન કર્યાં છે .

You might also like