ડાયમંડના સર્ટિફિકેટમાં સિન્થેટિક કે રિયલ નહીં લખાતાં હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં

આ હીરો સિન્થેટિક છેકે રિયલ-નેચરલ તેનો ઉલ્લેખ નહીં કરીને ફક્ત ડાયમંડ શબ્દનો જ પ્રયોગ કરવો તેવું યુએસ ફેડરલ ટ્રેડ કમિશન(એફટીસી) દ્વારા સૂચન કરાયું હતું. જેનો અમલ હવે ઇન્ટરનેશનલ ડાયમંડ ગ્રેડિંગ કરતી કંપનીઓએ શરૂ કરી દેતાં સુરતના હીરા ઉદ્યોગકારોમાં નારાજગી છે.

માઇનિંગ ક્ષેત્રે અગ્રણી સ્થાન ધરાવતી ડી‘બિયર્સ દ્વારા સિન્થેટિક ડાયમંડ માર્કેટમાં એન્ટ્રી બાદ હવે યુએસ ફેડરલ ટ્રેડ કમિશન(એફટીસી)એ કુદરતી અને કૃત્રિમ હીરા માટે ફક્ત ડાયમંડ શબ્દ પ્રયોજવો તેવી ગાઇડલાઇન જાહેર કરી છે .સિન્થેટિક ડાયમંડની ભેળસેળનો પ્રશ્ન ઉકેલાયો નથી ત્યાં સિન્થેટિક એટલે કે કૃત્રિમ ડાયમંડને પણ ફક્ત ડાયમંડ શબ્દ પ્રયોજવાથી નેચરલ ડાયમંડની ઓળખ ફરી અઘરી બનશે. આ પોલિસી સામે સુરતના હીરા ઉદ્યોગમાં નારાજગી જોવા મળી રહી છે.

અંગે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુભાઇ ગુજરાતીએ જણાવ્યું હતું કે કેરેટના આધારે ડાયમંડના સર્ટીફિકેશન પર ચાર્જ લાગે છે નાના હીરા ઉદ્યોગકારોને ક્યારેક સર્ટીફિકેશન કરાવવું મોંઘું પડે છે. મોટા ભાગે કંપનીઓ તેમની ગુડવિલના આધારે હીરાની વેચાણ કરે છે. હવે ગ્રેડિંગ લેબોરેટરી એફટીસી ગાઇડ લાઇન મુજબ સર્ટીફિકેટ ઉપર સિન્થેટિક શબ્દ નહીં લખે ત્યારે ગુડવિલના આધારે વેચાણ કરવું અઘરું પડશે.

શહેરના ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણી કીર્તિ શાહના જણાવ્યાનુસાર, એફટીસી દ્વારા કરવામાં આવેલા નવા નિર્ણયના કારણે સિન્થેટિક ડાયમંડની ભેળસેળની ચિંતા વધવાની સાથે નેચરલ ડાયમંડની ઓળખ સામે પ્રશ્નાર્થ ઊભા થશે. સામાન્ય વ્યક્તિ માટે ઓરિજનલ હીરો ઓળખવો મુશ્કલ બનશે.

આ ઉપરાંત જો આ પોલિસીનો અમલ ના કારણે લેબ. ટેસ્ટ બાદ સિન્થેટિક ડાયમંડનાં સર્ટીફિકેટ અને કુદરતી ડાયમંડના સર્ટીફિકેટ પર પણ ફક્ત ડાયમંડ શબ્દનો ઉપયોગ થશે. જેના કારણે ડાયમંડની ચીટિંગના કિસ્સાઓ વધશે. સિન્થેટિક ડાયમંડ રિઅલ ડાયમંડની સરખામણીએ માત્ર ૨ ટકા છે સિન્થેટિક ડાયમંડનું બજાર અત્યારે એકસપોર્ટ ૫૭ ટકા વધ્યું છે. જીજેઇપીસી સિન્થેટિક ડાયમંડ સૌથી વધુ ચીનમાં બને છે સિન્થેટિક ડાયમંડનું ઉત્પાદન કરતાં દેશોમાં ચીન અગ્રેસર છે. ત્યારબાદ યુરોપ તેમજ ત્રીજા ક્રમે ભારત છે.

You might also like