ડાયમંડ અને જ્વેલરીની નિકાસમાં ૧૧ ટકાનો વધારો

નવી દિલ્હી: દેશમાંથી ડાયમંડ તથા ડાયમંડ જ્વેલરીની નિકાસમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં ૧૧ ટકાનો વધારો થયો છે, જે ૬.૭૮ અબજ ડોલરની રહી છે. અમેરિકામાં માગ વધવાના કારણે નિકાસમાં વધારો નોંધાયો છે. ડાયમંડ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ડેટા અનુસાર પાછલા વર્ષે એપ્રિલ અને મે મહિનાના સમયગાળામાં નિકાસ ૬.૧ અબજ ડોલર રહી રહી. દેશની કુલ નિકાસમાં ડાયમંડ તથા ડાયમંડ જ્વેલરી સેક્ટરનો કુલ હિસ્સો ૧૪ ટકા છે. નિકાસમાં વૃદ્ધિ થવાનું મુખ્ય કારણ ચાંદીની જ્વેલરી તથા સોનાના સિક્કાના નિકાસમાં વધારો છે.
ચાંદીની જ્વેલરીની નિકાસ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-મે મહિનાના સમયગાળા દરમિયાન બમણા કરતાં પણ વધુ થઇ ૧.૫૧ અબજ ડોલરની રહી હતી, જે પાછલાં વર્ષે આ જ સમયગાળામાં ૬૭.૪૧ ડોલરની રહી છે.

પોલિશ્ડ ડાયમંડ, રંગીન ડાયમંડ અને રફ ડાયમંડની નિકાસમાં પણ વૃદ્ધિ નોંધાતી જોવા મળી છે. ભારતની મુખ્ય નિકાસ યુરોપ, જાપાન, ચીન અને અમેરિકા જેવા દેશમાં છે.

You might also like