હવે ડાયાલિસીસ કરવાની જરૂર નહીં પડે

વોશિંગ્ટનછ અમેરિકી વૈજ્ઞાનિકોઅે પહેલી વાર એવી માઇક્રોચીપ બનાવ્યાનો દાવો કર્યો છે, જેના દ્વારા કિડની ફેલ થતાં ડાયાલિસીસની જરૂર નહીં પડે. અા ‌િચપ દર્દીના પોતાના હૃદયની એનર્જીથી ચાલશે. અા ‌િચપ નેનો ટેકનોલોજીથી બનાવાઈ છે.

ટેનેસી સ્થિત વેન્ડરવિલ્ડ યુનિવર્સિટીના નેફ્રોલો‌િજસ્ટે અા સફળતા મેળવી છે. યુનિવર્સિટીના નેફ્રોલો‌િજસ્ટ અને અેસો‌સિયેટ પ્રોફસર અોફ મે‌િડ‌િસન ડો. વિલિયમ એચ. ફિશેલે જણાવ્યું કે અમારી ટીમે બાયોહાઈ‌િબ્રડ ડિવાઈસ બનાવ્યું છે, જે નોર્મલ કિડનીની જેમ કામ કરશે. તે ખરાબ પદાર્થ, મીઠું અને પાણીને ફિલ્ટર કરશે. તેના કારણે દર્દીને ડાયાલિ‌િસસની જરૂર નહીં પડે.

ફિશેલે જણાવ્યું કે અમારો હેતુ ખૂબ જ નાની સાઈઝની ‌િચપ બનાવવાનો હતો, જેથી તેને દર્દીના હૃદયમાં સરળતાથી ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય. અા ‌િચપને સિ‌િલકોન નેનો ટેકનોલોજીનું નામ અપાયું છે. તેને બનાવવા માટે કમ્પ્યૂટરમાં ઉપયોગમાં લેવાતી માઈક્રો ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. ‌િચપની કિંમત ખૂબ અોછી છે, પરંતુ હજુ તે નક્કી કરાઈ નથી.  માઈક્રો‌િચપ ટ્રાન્સપ્લાન્ટ કરાયા બાદ કિડની સેલ્સને તેની અાસપાસ ચારે બાજુ ફિટ કરાશે, જેથી તે નેચરલી ડેવલપ થઈ શકે. અા ‌િચપ કોઈ પણ નુકસાનકારક વસ્તુથી રક્ષણ કરશે.

You might also like