‘ના ગ્રેનેડ વડે ના ગોળી વડે વાત બનશે બોલી વડે, મુફ્તિ સાહેબનો આ સિદ્ધાંત છે અંતિમ ઉપાય’

શ્રીનગર: આતંકવાદી બુરહાન વાનીના મૃત્યું બાદ ઘાટીમાં પેદા થયેલા તણાવ વચ્ચે રવિવારે મેડિકલ કોમેન એન્ટ્રેસ ટેસ્ટ યોજાઇ રહી છે. તેમાં ભાગ લેવા માટે ઘણા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા છે. સરકારે આ વિદ્યાર્થીઓની સુરક્ષાની કડક વ્યવસ્થા કરી છે.

આ અવસર પર જમ્મૂ કાશ્મીરની મુખ્યમંત્રી મહબૂબા મુફ્તિએ એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં કહેવામાં આવ્યું છે કે ‘વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સરકારે પુરી તૈયારી કરી છે. આ બાળકો જમ્મૂ કાશ્મીરનો પાયો છે, તેમના ભવિષ્યની સાથે અમે કોઇ ગરબડ થવા નહી દઇએ. જે બાળકો ભણવા માંગે છે, તેને તમે કેવી રીતે રોકી શકો. અમે પુરતી તૈયારી કરી છે આ બાળકો પરીક્ષા આપવા આવે અને શાંતિથી ઘરે જાય. યુવાનો જ અમારું ભવિષ્ય છે.’

મુફ્તિએ આગળ કહ્યું કે ‘સરકારનો પ્રયત્ન છે કે બાળકો તકલીફ ન ભોગવે. અમારો પ્રયત્ન રહે છે કે પરિસ્થિતિ સારી થઇ જાય, બીજાના પ્રયત્નો રહે છે કે પરિસ્થિતિ સારી ન થાય. ભારત પાકિસ્તાન વચ્ચે જંગ થઇ પરંતુ કંઇ પ્રાપ્ત થયું નહી. જમીનના ટુકડાને જ્યારે તમે યુદ્ધથી નહી બદલી શકો તો હવે હડતાળ અને પથ્થરમારાથી શું પ્રાપ્ત થશે.

પોતાના પિતા મુફ્તિ મોહંમદને યાદ કરતાં મહેબૂબાએક અહ્યું કે ‘મુફ્તિ સાહેબનો જે સિદ્ધાંત હતો ના ગ્રેનેડ વડે, ના ગોળી વડે, વાત બને છે બોલી વડે, મને લાગે છે કે હવે મુફ્તિ સાહેબના આ સિદ્ધાંત સિવાય કોઇ ઉપાય નથી.’ મુફ્તિએ એ પણ કહ્યું કે ‘અહીં સુરક્ષાબળ પણ આવ્યા પરંતુ બધા મુદ્દાઓનો ઉકેલ નિકાળી શક્યા નહી.

You might also like