ડાયાબિટીસ માટેની અા દવા ૧૨૦ વર્ષ જીવાડશે

ન્યૂયોર્ક: અમેરિકન સાયન્ટિસ્ટનું માનવું છે કે ડાયાબિટીસના દર્દીઅોને સામાન્ય રીતે અપાતી મેટફોર્મિન નામનું ડ્રગ માણસને અનેક રોગોથી બચાવે એમ છે એટલું જ નહીં, ૧૨૦ વર્ષ સુધીનું જીવન પણ અાપી શકે એમ છે. જો કે અા વાત અેમ ધારણાઅો પર જ કહી શકાય નહીં એટલે ક્લિનિકલ ટ્રાયલની શરૂઅાત કરવામાં અાવી છે.

મેટફોર્મિન ડ્રગ મહિલાઅોને પોલિસિસ્ટિક અોવેરિયન સિન્ડ્રોમની સારવાર દરમિયાન પણ અાપવામાં અાવે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે અા દવા અલ્ઝાઇમર્સ અને પાર્કિન્સન્સ જેવા ન્યુરોડિજનરેટિવ રોગોને પણ દૂર રાખી શકે છે. અમેરિકાની ફૂડ અેન્ડ ડ્રગ અેડ્મિનેસ્ટ્રેશન એજન્સીઅે અા દવાનો પ્રયોગ માણસો પર કરવા માટે લીલીઝંડી અાપી દીધી છે.

રિસર્ચરોનું માનવું છે કે અા ડ્રગથી અેજિંગ પ્રોસેસ ધીમી પડશે અને ૭૦ વર્ષના લોકો જાણે માંડ ૫૦ના હોય એવા સ્વસ્થ હશે. બ્રિટનની કાર્ડિફ યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે જ્યારે ટાઈપ ટુ ડાયાબિટીસના દર્દીઅોને અા ડ્રગ લાંબો સમય અાપવામાં અાવે તો તેમની અાવરદા વધે છે. અા દવા લેનારા ડાયાબિટીઝના દર્દીઅો અેવરેજ ડાયાબિટીઝના દર્દીઅો કરતાં ૮ વર્ષ વધુ જીવે છે.

અમેરિકાના કેલિફોર્નિયામાં અાવેલી બક ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ અોન એજિંગના અભ્યાસુઅોનું માનવું છે કે મેટફોર્મિન ડ્રગથી વૃદ્ધ થતી વખતે શરીરમાં થતાં તમામ પ્રકારનાં પરિવર્તનો ધીમાં પાડવા માંડશે. જો કે અે માટેની ટ્રાયલ્સનાં પરિણામો શું અાવે છે એની તો પાંચ સાત વર્ષ પછી જ ખબર પડશે.

You might also like