ડાયાબિટીસના દરદીઓમાં જમ્યા પછી અચાનક જ બ્લડ શુગર ન વધી જાય એવી વન્ડર પિલ શોધાઈ

જેમને ડાયાબિટીસની તકલીફ છે તેમને જમ્યા પછી તરત જ બ્લડ શુગર લેવલ વધી જતું હોય છે. ખોરાક જઠરમાં જાય એટલે સિમ્પલ કાર્બોહાઈડ્રેટમાંથી ગ્લુકોઝ છૂટીને આંતરડાંની અંતઃત્વચામાં શોષાઈને ડાયરેક્ટ લોહીમાં ભળી જાય છે. એ જ કારણસર જમ્યાના એક-દોઢ કલાકમાં લોહીમાં અચાનક જ શુગરનો ઉછાળો આવે છે.

અત્યાર સુધી ડાયાબિટીસ માટે શોધાયેલી દવાઓ કરતાં આ પિલ કઈ રીતે જુદી છે એ જરાક સમજીએ. આ પિલમાં કોઈ ડ્રગ નથી હોતાં એટલે એમાંનાં ઘટકો લોહીમાં ભળ્યા વિના જ કામ કરે છે. આ પિલ પેટમાં જાય અને એમાં મોઈશ્ચર મળે એટલે પાતળી પરત જેવું બની જાય છે. આ પરત જઠર અને આંતરડાંની અંતઃત્વચા પર ફેલાઈ જાય છે. પરતના કારણે ખોરાક જ્યારે એ જગ્યાએથી પસાર થાય ત્યારે એમાંથી અંતઃત્વચા ગ્લુકોઝનું શોષણ કરી શકતી નથી. એના કારણે ખાધા પછી તરત ગ્લુકોઝ લોહીમાં ભળતો અટકે છે.

You might also like