દેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ચાર ટકાનો ઘટાડો

ચંડીગઢ: દેશમાં છેલ્લા કેટલાક સમયથી ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જેમાં આવા દર્દીઓની સંખ્યા ૧૧.૧ ટકાથી ઘટીને ૭.૩ ટકા થઈ ગઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના અભ્યાસમાં આવું તારણ કાઢવામાં આવ્યું છે. જેમાં ખાસ વાત એ રહી છે કે ચંડીગઢમાં આવા દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે.જેમાં આવા દર્દીની સંખ્યા ૧૩.૬ ટકા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના અભ્યાસમાં આવા આંકડા બહાર આવ્યા છે. જેમાં પંજાબ અને ચંડીગઢમાં તે અંગે રિસર્ચ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૧માં દેશમાં ૬.૨ કરોડ લોકો આ દર્દથી પીડાતા હતા. જે વર્ષ ૨૦૧૫માં વધીને ૬.૯૨ કરોડ થઈ ગયા હતા. પરંતુ ૨૦૧૭માં આવી સંખ્યા ઘટીને પાંચ કરોડ થઈ ગઈ છે. આ આંકડા જાણીતા રિસર્ચ જનરલ લેસન્ટમાં સાત જૂન ૨૦૧૭ના રોજ ઓનલાઈન પ્રકાશિત થયા છે. જેમાં દરેક રાજ્યમાં કુલ વસ્તીમાંથી બીમારીના કુલ દર્દીની ટકાવારી કાઢવામાં આવી હતી. જેમાં ૧૫ રાજ્યનાં ૫૭૭૧૭ દર્દી પર આ રોગ અંગે રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં બિહારમાં સૌથી ઓછા દર્દી જોવા મળ્યા હતા.

બિહારમાં માત્ર ૪.૩ ટકા દર્દીઓ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બિહારમાં ડાયાબિટીસના માત્ર ૪.૩ ટકા જ દર્દીઓ નોંધાયા હતા. જ્યારે ચંડીગઢમાં સૌથી વધુ ૧૩.૬ ટકા દર્દીઓ નોંધાયા છે. આ સંશોધનમાં ૧૫ રાજ્યના કુલ ૬૦૯૧૮ લોકોને સામેલ કરાયા હતા. તેમાંથી ૫૭૭૧૭ લોકો પર રિસર્ચ કરાયું હતું. જેમાં ૧૬૯૦૯ મહિલા અને ૪૦૨૦૮ પુરુષનો સમાવેશ થયો હતો.

http://sambhaavnews.com/

You might also like