લેટેસ્ટ અભ્યાસ કહે છે, ડાયાબિટીસ ચેપી છે

લોહીમાં બ્લડ શુગર વધવાની ટાઈપટુ પ્રકારના ડાયાબિટીસની સમસ્યા વીસશત્રની શરૂઅાત કરે છે. અત્યાર સુધી અા રોગ થવા પાછળ જીવનશૈલી, બેઠાળુ જીવન, અસંતુલિત ભોજન, અપૂરતી ઊંઘ અને સ્ટ્રેસ જેવા પરિબળોને કારણભૂત ગણવામાં અાવતા હતા, જોકે જે હદે ડાયાબિટીસ ફેલાઈ રહ્યો છે તે જોતા મોડર્ન વૈજ્ઞાનિકોને શંકા છે કે અા રોગ ચેપી હોવો જોઈએ. ડાયાબિટીસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ખાસ માધ્યમથી પ્રસરી શકે છે. વૈજ્ઞાનિકોની અા શંકા કેટલી હદે સાચી છે તે માટે પુરાવાઓ એકઠા કરાઈ રહ્યા છે. સંશોધકોનું કહેવું છે કે ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિનું લોહી ટ્રાન્ફ્યુસ કરવાથી કે અાઈએપીપી પ્રોટીન ધરાવતા પ્રાણીઓનું માંસ ખાવાથી ટાઈપટુ ડાયાબિટીસનું ચેપ લાગી શકે છે.

You might also like