ભારતમાં ડાયાબિટીસથી થતાં મોતનું પ્રમાણ ૫૦ ટકા વધ્યું

બદલાતી જતી લાઈફસ્ટાઈલ, ખાણી-પીણીની અાદતો અને અત્યંત બેઠાડું જિંદગીના કારણે ડાયાબિટીસ જેવા િડસિઝનું પ્રમાણ વધી ગયું છે. ભારતમાં ૨૦૦૫થી લઈને ૨૦૧૫ના દાયકામાં ડાયાબિટીસના લીધે થતાં મૃત્યુંનું પ્રમાણ ૫૦ ટકા જેટલું વધી ગયું છે. અમેરિકા સ્થિત ગ્લોબલ બર્ડન ઓફ ડિસિઝ દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ ૨૦૦૫માં ડાયાબિટીસ ભારતનો ૧૧મા નંબરનો સૌથી વધુ લોકોનો ભોગ લેતો રોગ હતો. જે હવે વધુ તિવ્ર બનીને સાતમાં ક્રમે અાવી ગયો છે. ૨૦૧૫મા દેશમાં ૩.૪૬ લાખ લોકો ડાયાબિટીસના લીધે મૃત્યુ પામ્યા હતા. ભારતમાં અાજે પણ સાત કરોડ લોકો ડાયાબિટીસથી પિડાય છે.

You might also like