ડાયાબિટિસના કારણે બહેરાશ પણ અાવી શકે

ટાઈપ-ટૂ પ્રકારનો ડાયાબિટિસ થયો હોય અને બ્લડ શુગર લેવલ કાબૂમાં ન રહેતું હોય તો અાંખની સાથે સાથે કાનનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. બેફામ શુગર લેવલ વધેલું હોય તો શ્રવણ શક્તિને નુકસાન પહોંચી શકે છે. ડાયાબિટિસના દર્દીઓમાં સાંભળવાની સમસ્યાનું પ્રમાણ ઘણું વધારે છે. દર્દીઓની શ્રવણ ક્ષમતા ભલે બંધ ન થતી હોય પરંતુ વત્તા ઓછે અંશે અસર જરૂર કરે છે. અમેરિકાના રિસર્ચરોનું કહેવું છે કે માત્ર મોટી ઉંમરના ડાયાબિટિસના દર્દીઓમાં હિયરિંગ ક્ષમતા ઓછી હોય છે તેવું નથી. ડાયાબિટિસ ધરાવતા યંગ દર્દીઓમાં પણ શ્રવણની કેપેસિટી ઘટવા લાગે છે.

You might also like