હવે ડાયાબિટીસ-બીપી અને કેન્સરની મફત તપાસ થશે

નવી દિલ્હી: સરકારની યોજના જો સફળ રહી તો ખૂબ જ જલદી ૩૦ની ઉંમર પાર કરી ચૂકેલા તમામ લોકોની ડાયાબિટીસ, બીપી અને કેન્સરની મફત તપાસ થઈ શકશે. અત્યાર સુધી સરકારી હોસ્પિટલો કે સ્વાસ્થ્ય કેન્દ્રોમાં અાવનારા દર્દીઅોની અાવી તપાસ કરવાની જોગવાઈ હતી, પરંતુ હવે સ્વાસ્થ લોકો સુધી પણ તેને પહોંચાડાશે. અા માટે નાણાંની જોગવાઈ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ કરાઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે અાવા રોગોના વધતા ખતરાને જોઈને તેની સામે લડવા માટે કેટલાય પ્રકારની તૈયારીઅો કરી છે, જે હેઠળ નક્કી કરાયું છે કે ૩૦ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોની ડાયાબિટીસ, બીપી અને કેન્સરની તપાસ થશે. તપાસના નમૂના શંકાસ્પદ લાગશે તો તેને અાગળ તપાસ માટે પણ રિફર કરાશે.

દેશભરમાં અા કાર્યક્રમને શરૂ કરવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી વિસ્તૃત દિશાનિર્દેશ તૈયાર કરાયા છે. પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોના સ્તર પર જરૂરી તૈયારીઅોની સાથે તેને મધ્ય અને ઉચ્ચ સ્તરની હોસ્પિટલો સાથે જોડવાની વ્યવસ્થા પણ હશે. કેન્દ્રઅે અા માટે પહેલાં વર્ષે ૨૦૦થી ૨૫૦ કરોડ રૂપિયા ખર્ચ થવાનું અનુમાન લગાવ્યું છે.

You might also like