ધુળેટી: જીવનમાં રંગોનું પર્વ

ગુજરાત ઉત્‍સવ પ્રિય પ્રદેશ છે. અહીં હોળીના તહેવારના બીજા દિવસે ધુળેટીનો ઉત્‍સવ ઊજવવામાં આવે છે. ગુજરાત ધૂળેટીનો ઉત્‍સવ પ્રેમ, ભાઇચારા અને આનંદના રંગો દ્વારા ધુળેટી રમે છે. ધુળેટીનો ઉત્‍સવ ખૂબ જ ઉમંગ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે. ફાગણી માસની પુનમે ધુળેટીનો ઉત્‍સવ મનાવાય છે. હિંદુઓનો મહત્‍વનો ઉત્‍સવ ધૂળેટી રવીપાકની ઉજવણીના રૂપે પણ કરવામાં આવે છે.

હોળીના તહેવાર સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે. ભગવાન શ્રી વિષ્‍ણુએ ભક્ત પ્રહલાદને હોલીકા દ્વારા અગ્‍નિમાં બાળી મૂકવાના પ્રસંગે બચાવ્‍યો હતો. આ દિવસે ભગવાન બાળ સ્‍વરૂપે શ્રીકૃષ્‍ણાવતારમાં પુતનાનો વધ કર્યો હતો. આ દિવસે ‘કર્મ’ ની પૂજા કરવામાં આવે છે. જે સુખ સમૃદ્ધિના દેવતા ગણાય છે.

હોળી એ આસુરી શક્તિ પર વિજયનું પર્વ છે. શિયાળાની ઋતુના અંત ના સમયે આ ઉત્‍સવ ઉજવવામાં આવે છે. બે દિવસ ઉજવાતા આ ઉત્‍સવમાં પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓ આખો દિવસ ઉપવાસ રાખે છે. તેમાં એ માન્‍યતા છે કે ભગવાન શ્રીવિષ્‍ણુનો પરમ ભક્ત પ્રહલાદને સાંજે હોલિકા જે રાજા હિરણ્યકશ્‍યપુની બહેન છે. જેને અગ્‍નિએ નહિ બળવાનું વરદાન આપ્‍યું હોય છે.

તે પ્રહલાદને ખોળામાં બેસાડી, હોળી પ્રગટાવવામાં આવે છે. પરંતુ હોલિકા તેની ફરતે અગ્‍નિ-વરદાન હોવા છતા બળીને ભસ્‍મ થઇ જાય છે અને ભગવાન શ્રી વિષ્‍ણું પોતાના ભક્ત પ્રહલાદને બચાવી લે છે.

ભક્ત પ્રહલાદને સુરક્ષિત જોઇ સૌ ભક્તજનો અબીલ-ગુલાલ રંગોથી આનંદ લૂંટે છે અને ઉત્‍સવની ઉજવણીમાં ખજૂર, મમરા, ધાણી, હેરડાં વગેરે પ્રસાદરૂપે લે છે. ભક્તો એકબીજાને તિલક કરી ગલે મળે છે. કિશોરીઓ મા ‘ગૌરી’ ની પૂજા કરે છે. હોળીના બીજા દિવસે ધૂળેટીનો ઉત્‍સવ મનાવવામાં આવે છે.

ગુજરાતના આદિવાસી પ્રદેશ પંચમહાલ, ડાંગ, છોટા ઉદેપુર તેમજ સાબરકાંઠામાં ધુળેટીના ઉત્‍સવ અનોખી રીતે ઉજવાય છે. આદિવાસી પ્રજા સાથે મળી નૃત્‍ય કરે છે. તેમની પરંપરાગત સંગીતશૈલીમાં ગીતો ગાઇ ઉત્‍સવની મજા માણે છે. આ તહેવારને ‘ભગોરિયા’ તરીકે ઓળખે છે.

ડોલ (દોલ શબ્દનું અપભ્રંશ થઇ જતાં ડોલ શબ્દ બન્યો) ની વધાઇ ચોર્યાશી કોસના વ્રજમાં ચાલીસ દિવસ પહેલા આપી દેવાય છે અને હોળી પૂરેપૂરા સત્તર દિવસ ઊજવવામાં આવે છે.

હોળી બાદ વ્રજમાં જુદા જુદા દિવસે, જુદાં જુદાં સ્થળોએ ફૂલદોલનો આનંદ મેળવવામાં આવે છે. વૃક્ષોની ડાળી પર દોરડાંથી બનાવેલા ઝૂલાઓ પર ફૂલપાનથી ગૂંથણી કરવામાં આવે છે. શ્રી વલ્લભ બાલકો અને વૈષ્ણવો શ્રી ઠાકોરજીને આ ઝૂલાઓ પર ઝૂલાવે છે અને હોળીના રંગોની માફક ફૂલની પાંદડી એકબીજા પર ઉડાડી સાથે આનંદ માણે છે અને ફૂલ ડોલનાં ઉત્સવ દરમ્યાન મેળાઓ ભરાય છે. પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં ફાગણ વદ એકમે, ફાગણ વદ અગિયારશને દિવસે માનસરોવર અને રાધારાણીનાં મંદિરે, ચૈત્ર સુદ છઠના દિવસે વિશ્રામઘાટ પર આ ઉત્સવ ઉજવાય છે.

વર્ષમાં એકવાર વ્રજભક્તો  શ્રીપ્રભુને પોતાના સમાન માને છે અને પોતાના સમાન માનવાથી હ્રદયમાં સખ્યભાવ ઉત્પન્ન થાય છે. આથી આ “સખ્યસમય” દરમ્યાન  તેઓ ઠાકોરજી સાથે ચંદન, કેસરના રંગથી વ્રજભક્તો પ્રભુ સાથે ખેલે છે. ખેલ વખતે પ્રભુના ચરણારવિંદને ઢાંકી દેવાય છે કારણ કે જો વ્રજભક્તો ચરણારવિંદના દર્શન કરી લે તો મનમાં દાસ્યભાવ આવી જાય છે તેથી ખેલ વખતે સખ્યભાવ જ આગળ રહે તેનું ધ્યાન રખાય છે. •

You might also like