ધોની, રોહિત, યુવરાજ સતત છઠ્ઠાે વર્લ્ડ કપ રમશે

મિરપુર: આવતા મહિને ભારતમાં ફટાફટ ક્રિકેટની રોમાંચકતા શરૂ થવાની છે. ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા અને યુવરાજ સિંહનો ભારતમાં આવતા મહિને યોજાનારા આઈ.સી.સી. ટી-૨૦ વર્લ્ડ કપમાં સતત છઠ્ઠી વાર ભાગ લેનારા ૧૯ ક્રિકેટરમાં સમાવેશ છે.

ભારતીય મહિલા ટીમની કેપ્ટન મિતાલી રાજ અને જુલન ગોસ્વામી સહિત ૨૯ મહિલા ખેલાડી વર્લ્ડ કપમાં સતત પાંચમી વાર રમનાર છે. પુરુષોની ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશની ટીમમાં પાંચ એવા ખેલાડી હશે, જેઓ આ પહેલાંના પાંચે વર્લ્ડ કપમાં રમી ચૂક્યા છે. આ ખેલાડીઓ છે: મશરફ બિન મુર્તઝા, શકિબ અલ હસન, તમીમ ઈક્બાલ, મહમુદુલ્લાહ અને મુશફિકર રહીમ.
ભારત અને વેસ્ટ ઈન્ડીઝની ટીમમાં ત્રણ ખેલાડી અગાઉના પાંચ વર્લ્ડ કપમાં રમી ચૂક્યા છે, જેનું દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડીઝ, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં આયોજન કરાયું હતું. ડ્વેઈન બ્રાવો, ક્રિસ ગેઈલ અને દિનેશ રામદીન વેસ્ટ ઈન્ડીઝ વતી રમી ચૂક્યા છે.

નેથન મેકુલમ, રોસ ટેલર (બન્ને ન્યૂઝીલેન્ડ), એ.બી. ડી વિલિયર્સ, જે. પી. ડુમિની (બન્ને દક્ષિણ આફ્રિકા), તિલકરત્ને દિલશાન, લસિથ મલિન્ગા (બન્ને શ્રીલંકા), શા‌િહદ આફ્રિદી (પાકિસ્તાન) અને શેન વોટસન (ઓસ્ટ્રેલિયા) સતત છઠ્ઠા આઈસીસી ટી-૨૦ વર્લ્ડ કપમાં ભાગ લેનાર છે.

You might also like