ધોની બન્યો આ ટીમનો કેપ્ટન, વિરાટ તેની ટીમમાં શામેલ

મુંબઈ: આઈપીએલની ફ્રેન્ચાઇજી ટીમ રાઇઝિંગ પુણે સુપરઝાયન્ટ્સની કેપ્ટનશિપ પરથી ભલે મહેન્દ્ર સિંહ ધોનીને હટાવી દેવામાં આવ્યો હોય, પરંતુ બે દિવસ પછી તે પહેલી વાર એક નવી ટીમ માટે કેપ્ટનશિપ કરશે. 25 ફેબ્રૂઆરીથી શરૂ થઈ રહેલી વિજય હજારે ટ્રોફી માટે તેમને ઝારખંડ ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

પાછલી સીઝનમાં ઝારખંડ માટે રમતા ધોનીએ ક્યારે પણ ટીમની કેપ્ટનશિપ નથી કરી પરંતુ આ વખતે તેમણે જવાબદારી ઊઠાવવાનું બીડું ઝડપ્યું છે. રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે તે ઝારખંડની મજબૂત ટીમ હશે. ધોની સિવાય તેમની પાસે સ્ફોટક બેટ્સમેન ઇશાન કિશન અને ઘરેલૂ સીઝનના ટોપ સ્પિનર શાહબાજ નદીમ પણ છે.

તદઉપરાંત ઇશાંક જગ્ગી અને વરુણ એરોન પણ તેની ટીમમાં છે, જેને હાલમાં જ આઈપીએલમાં એન્ટ્રી મળી છે. આ સિવાય તેમની પાસે સૌરભ તિવારી અને યુવા વિરાટ સિંહ પણ છે.

You might also like