ધોની અને વિરાટ કોહલી જ્યારે ચહલ પર ગિન્નાયા

બેંગલુરુઃ ગઈ કાલે નિર્ણાયક ટી-૨૦ મેચમાં બંને ટીમ પર જીતનું દબાણ હતું. ઈંગ્લેન્ડે ગઈ કાલે ટોસ જીતીને ભારતીય ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું અને ભારતે ૨૦૨ રનનો સ્કોર ખડક્યો હતો. આમ છતાં ભારતીય ટીમ ખુદને જરા પણ રિલેક્સ કરવાના મૂડમાં નહોતી. આનું ઉદાહરણ ઈંગ્લેન્ડની ઇનિંગ્સની બીજી ઓવરમાં જોવા મળ્યું.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સ્પિનર ચહલને ઈંગ્લેન્ડની ઇનિંગ્સનીબીજી ઓવર ફેંકવા માટે બોલાવ્યો. આ ઓવરના ચોથા બોલ પર કંઈક એવું બન્યું કે ધોની અને વિરાટ ચહલ પર વરસી પડ્યા. અસલમાં ચોથો બોલ જો રૂટ કવર્સ તરફ રમ્યો. એ દરમિયાન નોન સ્ટ્રાઇકર છેડે ઊભેલાે જેસન રોય રન લેવા માટે દોડી પડ્યો, પરંતુ જો રૂટે તેને પાછો મોકલ્યો. આ દરમિયાન ચહલે જોયા વગર જ બોલ વિકેટકીપર ધોની તરફ થ્રો કર્યો, પરંતુ ચહલની ખુદની પાસે જેસન રોયને રનઆઉટ કરવાની આસાન તક હતી. ચહલની આ ભૂલને કારણે જ ધોની અને વિરાટ ગુસ્સે થઈ ગયા હતા અને પોતાનો ગુસ્સો ચહલ પર ઉતાર્યો હતો.
http://sambhaavnews.com/

You might also like