IPL 2017: પુણેના કેપ્ટનશિપ પદેથી ધોની હટાવાયો, આ ઓસ્ટ્રેલિયન પ્લેયરને સોંપી જવાબદારી

બેંગાલુરુ: મહેન્દ્ર સિંહ ધોની હવે આઈપીએલમાં પણ કેપ્ટનશિપ નહિ કરી શકે. રાઇઝિંગ પુણે સુપરજાયન્ટે તેમને કેપ્ટનશિપ પદેથી હટાવી દીધો છે. રાઇઝિંગ પુણે સુપરજાયન્ટે તેની જગ્યાએ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથને કેપ્ટન બનાવી દીધો છે. જણાવી દીઈએ કે આઈપીએલ-10 આ વર્ષે 5 એપ્રિલથી શરૂ થવાની છે. હાલમાં જ ધોનીએ ટીમ ઇન્ડિયા સાથે વનડે અને ટી 20માંથી કેપ્ટનશિપમાંથી રાજીનામું આપ્યું છે. ત્યાર પછી તે બેટ્સમેન-કીપર તરીકે ઇન્ડિયા સાથે છે.

રાઇઝિંગ પુણે સુપરજાયન્ટના માલિક સંજીવ ગોયનકાએ આ મામલે જણાવતા કહ્યું કે આપીએલની આ સિઝન માટે સ્મિથ કેપ્નટ રહેશે. જોકે, માહી એક સારો કેપ્ટન છે. અમારો પ્રયત્ન છે કે તે સંપૂર્ણપણે યંગ અને ફિટ ટીમ રાખવામાં આવે. એટલા માટે એક યૂથ કેપ્ટનને લાવવામાં આવ્યો છે, માહીએ અમારા નિર્ણયનું સ્વાગત કર્યું છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ-2017ની પ્રથમ મેચ પાંચ એપ્રિલને હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાડાશે, ત્યાં જ લીગની ફાઇનલ મેચ 21 મેના રોજ રમાશે. બીસીસીઆઈના જણાવ્યા પ્રમાણે આઈપીએલના 10માં સંસ્કરણની પ્રથમ મેચ પાંચ એપ્રિલના સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગયા વર્ષના ઉપવિજેતા રોયલ ચેલેન્જર્સ વચ્ચે રમાશે.

You might also like