16 ઓક્ટોબરે ધર્મશાલમાં ધોની બનાવશે વર્લ્ડ રેકોર્ડ!

નવી દિલ્હી: ન્યૂઝિલેંડ ક્રિકેટ ટીમ ચાર વર્ષ બાદ ભારતના પ્રવાસે આવી રહી છે. મંગળવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ આ પ્રવાસનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ભારત અને ન્યૂઝિલેંડની વચ્ચે 22 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી ટેસ્ટ સીરીઝ રમાશે અને ત્યારબાદ 16 ઓક્ટોબરથી વન ડે સીરીઝ શરૂ થશે. વન ડે અને ટી 20 કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે આ સીરીઝ કંઇક ખાસ બની શકે છે.

ધોનીની પાસે આ સીરીઝના માધ્યમથી એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તક હશે. જો 16 ઓક્ટોબરના રોજ ધર્મશાળામાં યોજનાર વન ડે મેચમાં મહેન્દ્ર ધોની ટીમની કમાન સંભાળે છે તો તે સૌથી વધુ ઇન્ટરનેશનલ મેચોમાં કેપ્ટનશિપનો રેકોર્ડ બનાવી દેશે. ધોની હાલ 324 ઇન્ટરનેશનલ મેચોમાં કેપ્ટનશિપ કરી ચૂક્યા છે અને ઓસ્ટ્રેલિયાઇ કેપ્ટન રિકી પોઇન્ટિંગની બરાબરી પર છે.

મહેન્દ્ર સિંહ ધોની પોતાના કેરિયરમાં 60 ટેસ્ટ મેચોમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે જ્યારે તે અત્યાર સુધી 194 વન ડે અને 70 ટી-20 મેચોમાં કેપ્ટનશિપ કરી ચૂક્યા છે.

You might also like