વિજય હજારે ટ્રોફી : ધોની સામે ‘હાય-હાય’ના નારા લાગ્યા…

વિજય હજારે ટ્રોફીમાં આ વખતે ભારતીય ટીમનાપૂર્વ કપ્તાન એમ.એસ.ધોની ઝારખંડનું નેતૃત્વ સંભાળી રહ્યો છે જેના કારણે દરેક લોકો તેના ઉપર નજર રાખી રહ્યાં છે. પરંતુ હાલમાં જ ઝારખંડ અને સર્વિસેઝ વચ્ચેની મેચમાં એવું અજગતું બન્યું કે જે ઘણું શર્મનાક રહ્યું હતું. ઝારખંડ તરફથી સૌરભ તિવારીએ સદી ફટકારતાં લોકોએ ‘સૌરભ તિવારી હાય હાય’ ના નારા લગાવ્યાં હતા અને આ બધુ ત્યારે થયું જ્યારે ધોની પણ મેદાન પર હાજર હતો. આ મેચ બંગાળના કલ્યાણી ક્રિકેટ મેદાન પર રમાઇ હતી.

આ અગાઉની મેચમાં ધોનીએ શાનદાર પ્રદર્શન દાખવતા સદી ફટકારી હતી, દર્શકોને ધોનીનું બેટિંગ જોવાની ઇચ્છા હતી પરંતુ સર્વિસેઝ આપેલા 276ના લક્ષ્ય સામે ઝારખંડની ટીમ તરફથી ઇશાંત જગ્ગી અને તિવારીએ 214 રનની ભાગીદારી નોંધાવતાં ધોનીને બેટિંગ મળી નહોતી જેના કારણે દર્શકોમાં ભારે નારાજગી જોવા મળી હતી.
http://sambhaavnews.com/

You might also like