ધોનીએ પદ છોડ્યું પરંતુ હજી કામ કેપ્ટનના જ કરે છે : તસ્વીર વાઇરલ

કોલકાતા ; ભલે મહેન્દ્રસિંહ ધોનીએ ભારતીય ટીમને કેપ્ટન્સી છોડી દીધી હોય પરંતુ ટીમમાં તેઓ સક્રીય ભુમિકા નિભાવી રહ્યા છે અને ઇંગલેન્ડની વિરુદ્ધ કાલે યોજાનાર ત્રીજી વનડે મેચ પહેલા પિચના નિરિક્ષણ સહિત કેપ્ટના તમામ કામને તેણે જ પાર પાડ્યા હતા. ભારતીય ટીમે શનિવારેક વૈકલ્પિક અભ્યાસ સત્રમાં ભાગ લીધો અને કેપ્ટનનાં તમામ કામોને ધોનીએ જ પુરા કર્યા હતા.

આ સીરીઝની પહેલા કેપ્ટનની જવાબદારીથી મુક્ત થયેલા ધોની ઇડન ગાર્ડનની પિચની તપાસ કરી હતી. સ્થાનિક ફિડબેક લિધુ અને ખેલાડીઓ સાથે વાતચીત કરી. કેપ્ટ વિરાટ કોહલી આ સત્રમાં ભાગ નહોતો લીધો અને કોચ અનિત કુંબલે પણ હાજર નહોતા. બે કલાક સુધી ચાલેલ અભ્યાસ સત્ર બાદ ધોની પીચ તરફ ગયા, ઘુંટણીયે પડીને તેમણે પીચ જોઇ અને બંન્ને હથેળીઓથી પીચને ચેક કરી હતી.

ધોની સાથે નેશનલ સિલેક્ટર્સ અને બંગાળનાં પુર્વ કેપ્ટન દેવાંગ ગાંધી પણ હતા. જેમને ધોનીને લાંબી વાતચીત કરી. કટકમાં બીજી વનડે દરમિયાન પણ ધોની વિકેટની પાછળથી ડેથ ઓવરમાં ઘણા સક્રિય હતા. તેમણે ફિલ્ડ જમાવવાની સાથે કોહલીને સલાહો પણ આપી હતી. અભ્યાસ સત્રમાં કોહલી ઉપરાંત આર.અશ્વિન, યુવરાજ સિંહ, લોકેશ રાહુલ, રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાએ પણ ભાગ નહોતો લીધો.

You might also like