ધોનીને પણ ખાવી પડી છે બોલરની ગાળ

નવી દિલ્હી: ક્રિકેટના મેદાન પર સ્લેઝિંગ અને ગરમાગરમી જેવી ઘટનાઓ સામાન્ય હોય છે, આવી જ એક ઘટના ભારત-પાકની એક મેચમાં બની હતી, જ્યાં ભારતીય બોલર આશિષ નહેરાએ વિકેટકીપર ધોનીને મેદાન પર ગાળ ભાંડી હતી. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો વર્ષ 2005માં પાક. સામેની વનડે મેચનો છે. ધોનીએ વિકેટની પાછળ નહેરાના બોલ પર શાહિદ આફ્રિદીનો કેચ છોડી દીધો હતો. કેચ છૂટ્યા પછી નહેરાને ખૂબ ગુસ્સો આવ્યો હતો અને તેણે ધોનીને ગાળ ભાંડી હતી, પરંતુ તે વખતે નહેરાને ખબર નહોતી કે આવનારા સમયમાં ધોની ભારતીય ટીમનો કેપ્ટન બનવાનો છે.

You might also like