ધોનીનાં ગ્લોવ્ઝે બાંગ્લાદેશને પેનલ્ટીના પાંચ રન આપ્યા

બર્મિંગહમઃ ગઈ કાલે બાંગ્લાદેશે ભારતને ૨૬૫ રનનું લક્ષ્ય આપ્યું હતું. ગઈ કાલે રમાયેલી આ મેચમાં એક પળ એવી આવી હતી, જ્યારે બાંગ્લાદેશના બેટ્સમેનનું બોલ પર બેટ નહોતું લાગ્યું કે પગ પણ નહોતો લાગ્યો, તેમ છતાં બાંગ્લાદેશના ખાતામાં પાંચ રન ઉમેરાઈ ગયા. અસલમાં બાંગ્લાદેશી ટીમને પેનલ્ટીના પાંચ રન મળ્યા હતા. મેચની ૪૦ ઓવરમાં અશ્વિન બોલિંગ કરી રહ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર બાંગ્લાદેશના બેટ્સમેન મોહંમદુલ્લાએ બોલ લેગ સાઇડ તરફ ધકેલ્યો. બોલ લોંગ લેગ બાઉન્ડ્રી તરફ ગયો, જ્યાંથી ફિલ્ડરે થ્રો ફેંક્યો, જે ગ્રાઉન્ડ પર પડી ગયેલા મહેન્દ્રસિંહ ધોનીના ગ્લોવ્ઝ સાથે ટકરાયો. આને કારણે બાંગ્લાદેશના ખાતામાં પાંચ રન જોડી દેવામાં આવ્યા. આ રીતે એક જ બોલ પર ટીમના ખાતામાં છ રન ઉમેરાઈ ગયા. આઇસીસીના નિયમ પ્રમાણે જો ખેલાડીએ હેલ્મેટ, ગ્વોવ્ઝ, ટોપી કે પેડ પહેર્યાં ના હોય અને મેદાનમાં મૂકેલા હોય ત્યારે બોલ તેની સાથે અથડાય તો બેટિંગ કરનારી ટીમને પાંચ રન પેનલ્ટીના મળી જાય છે.
http://sambhaavnews.com/

You might also like