ધોલેરા હાઈવે પર કાર ટેન્કરમાં ઘૂસી ગઈઃ કારમાં બેઠેલા તમામનાં મોત

અમદાવાદ: ભાવનગર-અમદાવાદ હાઇવે ફરી એક વખત રકતરંજિત બન્યો છે. ધોલેરા-પીપળી હાઇવે પર આજે સવારે કાર-ટેન્કર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં હેવી ટેન્કર સામેથી આવી રહેલી સ્વિફ્ટ કારને અથડાતાં કારનો ભુક્કો બોલાઇ ગયો હતો અને કારમાં બેઠેલી તમામ વ્યકિતઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં અને વાહનોની લાંબી લાઇનો લાગી ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે ધોલેરા-પીપળી હાઇવે પર હોટલ એન્કર નજીક આજે સવારે એક હેવી ટેન્કર આવી રહ્યું હતું.

દરમિયાનમાં સામેથી આવી રહેલી સ્વિફ્ટ કાર સાથે આ ટેન્કર અથડાતાં આખી સ્વિફ્ટ  કાર ધડાકાભેર ટેન્કર નીચે ઘૂસી ગઇ હતી. કારમાં બેઠેલ તમામ વ્યકિતઓ કારમાં દબાઇ જતાં તેઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતને લઇને હાઇવે પરનો ટ્રાફિક જામ થઇ ગયો હતો. ઘટનાની જાણ ધોલેરા પોલીસને થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇને તમામ મૃતકોની લાશોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા મુજબ હાલના તબક્કે અકસ્માતનો ભોગ બનેલા મૃતકો કેટલા છે અને તેઓ કયાંના રહેવાસી છે તે કહેવું મુશ્કેલ છે. તેમની વિગતો મેળવવામાં આવી રહી છે.

home

You might also like