દેશના દરેક વ્યક્તિને સાચો ભારતીય બનવાની જરૂરત: ધર્મેન્દ્ર

નવી દિલ્હી: બોલિવૂડના હિમૈન ધર્મેન્દ્રનું કહેવું છે કે દેશના દરેક વ્યક્તિએ સાચો ભારતીય બનવાની જરૂરત છે. જે દિવસે આવું થશે તે દિવસે દેશના તમામ મુદ્દાઓનો અંત આવી જશે.

ધર્મેન્દ્રએ કહ્યું કે, ‘આપણે આપણા દેશને માતા કહીએ છીએ. પરંતુ હકીકતમાં લોકો તેને માતા નથી માનતા. લોકોને દેશની ચિંતા જ નથી. લોકો પોતાના મનની કરે છે જેથી ઘણી બધી મુશ્કેલીઓ ઉત્પન્ન થાય છે. મારું માનવું છે કે જે દિવસે દરેક વ્યક્તિ સાચો ભારતીય બની જશે તે દિવસે દેશના તમામ મુદ્દાઓ સમાપ્ત થઇ જશે.’

ધર્મેન્દ્રએ કહ્યું કે, આપણે આપણા દેશની સંસ્કૃતિ અને સિદ્ધાંતોને સમજીએ છીએ પરંતુ તેને માનતા નથી. દેશની તમામ મુશ્કેલીઓનું મૂળ જ તે છે. જે દિવસે દરેક વ્યક્તિ સાચો ભારતીય બની જશે તે દિવસે તમામ મુશ્કેલીઓનો અંત આવી જશે.

You might also like