‘કોમનમેન’ને ઈએમઅાઈ પર મળશે ગેસ કનેક્શન

નવી દિલ્હી: પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે દેશમાં લગભગ ૪૦ ટકા એવા પરિવારો છે, જેમની પાસે ગેસ કનેક્શન નથી. સરકાર અાવા લોકોને ઇએમઅાઈ પર ગેસ કનેક્શન અાપવાની યોજના બનાવી રહી છે. સાથેસાથે તેમણે એમ પણ કહ્યું કે સરકાર ગરીબીરેખા નીચે જીવી રહેલા પરિવારોને મફતમાં ગેસ કનેક્શન અાપશે.

પ્રધાને કહ્યું કે વડા પ્રધાન ઉજ્જ્વલા યોજના હેઠળ અાગામી એક અેપ્રિલથી દેશભરમાં બીપીએલ પરિવારોને ફ્રીમાં ગેસ કનેક્શન અપાશે. તેમણે જણાવ્યું કે અાના માટે બજેટમાં પ્રતિ કનેક્શન ૧૬૦૦ રૂપિયા મળી રહ્યા છે, જેમાંથી સિલિન્ડર અને રેગ્યુલેટરની રકમ પણ કાઢી શકાય છે. અા ઉપરાંત કનેક્શન ચાર્જ, ઇન્સ્ટોલેશન ચાર્જ અને બુકલેટ વગેરે માટે જે ૪૦૦-૫૦૦ રૂપિયા લેવામાં અાવે છે તેનો ખર્ચ પણ અા રકમમાં ભેળવી દેવાશે.

અા ઉપરાંત ગેસની સગડી માટે ૧,૦૦૦ રૂપિયા અને પહેલી વાર ગેસ રી‌િફલ માટે ૫૦૦ રૂપિયા અાપવા પડે છે. અેવી યોજના છે કે બીપીએલ પરિવારોને તે પણ કનેક્શનની સાથે જ અાપવામાં અાવશે અને તેની રકમ ઇએમઅાઈના રૂપમાં લેવામાં અાવશે. કનેક્શન લેનાર વ્યક્તિઅોના જે ખાતામાં રાંધણગેસ સબસિડીની રકમ જમા કરવામાં અાવે છે તે ખાતામાંથી અા રકમ કાપી દેવાશે.

ગરીબીરેખાની ઉપર રહેલા અેપીએલ પરિવારો, જેઅો ગેસ કનેક્શનની રકમ એક જ વખતમાં ચૂકવી શકે તેમ નથી તેવા લોકોને ઇએમઅાઈ પર ગેસ કનેક્શન અાપવામાં અાવશે.

You might also like