ડ્રીમ ગર્લ હેમામાલિનીને છોડી ધર્મેન્દ્રએ કોની સાથે ઉજવ્યો વેલેન્ટાઇન ડે

બોલિવુડના સીનિયર અભિનેતા ધર્મેન્દ્રએ પોતાની પ્રથમ પત્ની પ્રકાશકૌર સાથે વેલેન્ટાઇન દિવસની ઉજવણી કરી હતી. મમ્મી-પપ્પાની આ પ્રેમભરી યાદીનો ફોટો દિકરા બોબી દેઓલે પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યો હતો.

ગત દિવસોમાં લોહડીના અવસર પર પણ બોબ દેઓલે પોતાના માતા-પિતા અને ભાઇ સાથે એક ફેમિલિ ફોટાને પોતાના ફેન્સ સાથે શેર કર્યો હતો. ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌર છે. ધર્મેન્દ્રએ પ્રકાશ કૌર સાથે 1954માં લગ્ન કર્યા હતા અને બંનેના ચાર સંતાનો છે, જેમાં સની, બોબી, વિજેતા અને અજિતા છે.

82 વર્ષના ધર્મેન્દ્રને ચાર દીકરીઓ છે. જેમાં વિજેતા, અજીતા, આહના અને ઇશાએમ ચાર દિકરીઓ છે. આ ચા દિકરીઓમાં ઇશા જ એક માત્ર બોલિવુડ ફિલ્મોમાં કામકરતી જોવા મળી હતી.

સની દેઓલ અને બોબી દેઓલ પતાની માતાના ઘણા નજીક છે. આ બંનેના ઇસ્ટા એકાઉન્ટ પર મા ની સાથે તેના ફોટમાં જોવા મળી રહ્યાં છે.

ધર્મેન્દ્રએ અભિનેત્ર હેામમાલિની સાથે 2 મે, 1980ના રોજ બીજા લગ્ન કર્યા હતા.આ બંનેને બે દિકરી ઇશા, આહના છે. ધર્મેન્દ્ર અગાઉથી જ પરીણિત હતો. પંરતુ હેમા માલિની સાથે લગ્ન કરવા માટે તેણે બધા બંધનોને તોડી નાખ્યા અને હેમા માલિની સાથે લગ્ન કર્યા હતા.

You might also like