ધર્મેન્દ્ર સાથે હેમામાલિનીની સંપત્તિ ૨૦૦ કરોડને પાર

મુંબઈ: જો ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રની સંપત્તિને જોડવામાં અાવે તો સાંસદ હેમામાલિની ૨૦૦ કરોડની સંપત્તિનો માલિક છે. તેણે ૧૭૮ કરોડની સંપત્તિ તો બે અેપ્રિલ, ૨૦૧૪ના રોજ લોકસભા ઉમેદવાર માટે નામાંકન કરતી વખતે જ જાહેર કરી હતી. જ્યારે સાંસદ બન્યા બાદ તેણે વૃંદાવનમાં જમીન ખરીદી છે. અોમેક્સ સિટીમાં જ્યાં તેનો બંગલો બની રહ્યો છે તે મથુરા અને અાસપાસના વિસ્તારોમાં સૌથી મોંઘી મનાય છે.

નોટબંધી બાદ મચેલા રાજકીય તોફાનમાં વિપક્ષી પાર્ટીઅો ભાજપા નેતાઅો પર ખૂબ જ અાક્ષેપ લગાવી રહી છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે જ્યારે ભાજપા નેતાઅોને ધનને સુરક્ષિત કરી લીધું ત્યારે વડા પ્રધાને દેશમાં ૧૦૦૦ અને ૫૦૦ની નોટબંધ કરી દીધી છે.વિપક્ષના રાજકીય હુમલાઅોનો સામનો કરી રહેલા વડા પ્રધાન પોતાનાં સાંસદોનાં બેન્ક ખાતાંઅોની લેણદેણનો િહસાબ માગી રહ્યા છે જ્યારેવિ પક્ષી પાર્ટીઅો અાખા કાર્યકાળનો હિસાબ માગી રહી છે.

વડા પ્રધાનનો અાદેશ થતાં જ ભાજપા સાંસદોઅે વિગતો અાપવાનું શરૂ કરી દીધું છે. સાંસદ હેમામાલિનીઅે પણ પોતાના સીઅેને તેની સંપત્તિની યાદી તૈયાર કરવા કહ્યું છે. તે ખૂબ જ જલદી પાર્ટી અધ્યક્ષને અા યાદી સોંપશે અા વાત તો થઈ બેન્ક ખાતાંઅોની. જ્યારે સાંસદ તરીકે પાસે જે સંપત્તિ છે તે પણ ૮૦ કરોડથી વધુ છે. અા સંપત્તિ તો ખુદ સાંસદના નામે છે જ્યારે તેમાં અોમેક્સ સિટીમાં બની રહેલા બંગલાના પૈસા પણ જોડી લેવાય તો સંપત્તિનો અાંકડો કયાં પહોંચે તે જોવાનું રહ્યું.
http://sambhaavnews.com/

You might also like