થર્ડ અમ્પાયર તરીકે પણ ધર્મસેના ‘બુદ્ધુ’ સાબિત થયો

મોહાલીઃ અમ્પાયરના નિર્ણયોને પડકારનારી ડીઆરએસ ઘણી વાર રમત અને ખેલાડીના હિતમાં નજર પડી રહી છે. ડીઆરએસ દ્વારા ઘણા એવા નિર્ણયો બદલવામાં આવ્યા છે, જેની બાદમાં રમત પર ઘણી અસર પડી છે. એવું પણ બની રહ્યું છે કે જ્યારે ડીઆરએસ અને અમ્પાયરના નિર્ણય એકસરખા હોય છે, પરંતુ ભારત-ઈંગ્લેન્ડ શ્રેણીની મોહાલી ખાતેની ત્રીજી ટેસ્ટના બીજા દિવસે કંઈક એવું બન્યું, જ્યારે અમ્પાયરનાે નિર્ણય ડીઆરએસનો સહારો લીધા વગર પણ ખોટો નજરે પડ્યો. રિપ્લે જોયો ત્યારે અમ્પાયર ‘બુદ્ધુ’ નજરે પડ્યો.

ભારતીય ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં ક્રિસ વોક્સની બોલિંગમાં એક અપીલ પર અમ્પાયર મરાય એરાસમસે પાર્થિવને વિકેટ પાછળ કેચઆઉટ જાહેર કર્યો. પાર્થિવે જરાય સમય વેડફ્યા વિના ડીઆરએસનો સહારો લીધો. રિપ્લેમાં સ્પષ્ટ જોવા મળ્યું કે બોલ પાર્થિવની જરસીને સ્પર્શતો વિકેટકીપરના હાથમાં પહોંચ્યો હતો. દિલચસ્પ વાત તો એ રહી કે થર્ડ અમ્પાયર ધર્મસેના રિપ્લે દરમિયાન મેદાન પરના અમ્પાયર મરાય એરાસમસને એવું કહેતાં સાંભળવા મળ્યો કે ‘તમે ખોટા નથી, તમારા નિર્ણય પર કાયમ રહો.’ મરાય સુધી કદાચ આ વાત પહોંચી નહીં અને તેમણે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો અને પાર્થિવને નોટઆઉટ જાહેર કર્યો ત્યારે પાર્થિવ ૧૨ રને બેટિંગ કરી રહ્યો હતો.

વર્તમાન શ્રેણીમાં વીરેન્દ્ર સેહવાગે પણ કોમેન્ટરી દરમિયાન ધર્મસેનાના ખોટા નિર્ણય બાબત કોમેન્ટ કરતાં કહ્યું હતું કે ડીઆરએસનું નામ બદલીને ‘ધર્મસેના રિવ્યૂ સિસ્ટમ’ રાખી દેવું જોઈએ.

You might also like