પ્રથમ વનડેમાં ખરાબ પ્રદર્શનને લઇને સુકાની રોહિત શર્માએ કહ્યું….

ધર્મશાલાઃ પ્રથમ વન ડેમાં ધર્મશાલાની ફાસ્ટ બોલર્સને અનુકૂળ પીચ પર ભારતીય બેટિંગના બહુ ખરાબ હાલ થયા. મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે શ્રીલંકા સામેનું આ પ્રદર્શન યજમાન ટીમ માટે આંખો ખોલનારું હતું.

રોહિતે કહ્યું, ”અમારી બેટિંગ સારી નહોતી. જો અમારા ખાતામાં ૭૦-૮૦ રન વધારે હોત તો પરિસ્થિતિ કંઈક અલગ હોત. આ મેચ અમારા માટે આંખો ખોલનારી છે.” ભારતીય ટીમ શ્રીલંકા સામે પ્રથમ મેચમાં ફક્ત ૧૧૨ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના ૬૫ રન સામેલ હતા.

રોહિતે કહ્યું, ”મને ધોનીના પ્રદર્શનથી આશ્ચર્ય નથી. ધોની સારી રીતે જાણતો હતો કે આવી પરિસ્થિતિઓમાં કેવું પ્રદર્શન કરવું જોઈએ. જો કોઈ બેટ્સમેને તેને સાથ આપ્યો હોત તો પરિસ્થિતિ કંઈક અલગ જ હોત. આ હાર સારી ના રહી. કોઈ પણ એવું ઇચ્છતું નથી. અમારે બાકીની બંને મેચમાં વાપસી અંગે વિચારવું પડશે.” શ્રીલંકાના કેપ્ટન તિસારા પરેરાએ કહ્યું, ”અમારે શ્રેય અમારા બોલર્સને આપવો રહ્યો. તેઓએ યોગ્ય લાઇન-લેન્થ સાથે બોલિંગ કરી. બોલર્સની શિસ્ત જ અમારી જીતનો મુખ્ય આધાર રહી.

You might also like