સંતોએ પૂછ્યું- રામ મંદિર પર ‘મનની વાત’ કેમ નથી કરતા PM?

અલ્હાબાદ: વર્ષ 2013માં અલ્હાબાદમાં જે ધર્મ સંસદમાંથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની માંગ ઉઠી હતી, લગભગ અઢી વર્ષ બાદ શનિવારે તે ધર્મ સંસદે પીએમ મોદી પર સવાલ ઉઠાવ્યા છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પર મોદીના મૌનથી નારાજ સાધુ-સંતોએ સવાલ કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન ની વાત કેમ કરતા નથી?

શનિવારે આયોજિત ધર્મ સંસદમાં ફરી એકવાર સાધુ-સંતોએ રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો. આ દરમિયાન પીએમ મોદીના મૌન પર સવાલ ઉદભવ્યા, તો સરકરની મંશા પર પણ ચર્ચા થઇ. કેટલાક સંતોએ અલ્ટીમેટમ પણ આપી દીધું કે જો રામ મંદિરનું સપનું પુરૂ નહી થયું તો સાધુ-સંતો રસ્તા પર નિકળશે. સંતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રશ્ન કર્યો કે જ્યારે તે સ્વચ્છતા સહિત તમામ મુદ્દાઓ પર ‘મન ની વાત’ કરે છે તો પછી રામ મંદિર પર ‘મન ની વાત કેમ નથી કરતા?

પૂર્વ ભાજપના સાંસદ અને હિન્દુ નેતા રામવિલાસ વેદાંતીએ ધર્મ સંસદને કહ્યું કે ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટાભાગ પોતાના મન ની વાત કરે છે. તે રેડિયો પર સફાઇથી માંડીને સ્વાસ્થ્ય અને તમામ એવા વિષયો પર બોલે છે. તો પછી તે અયોધ્યામાં રામ મંદિર પર ચૂપ કેમ છે. વડાપ્રધાન અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને પોતાની મનની વાત કેમ નથી કરતા?

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયા પણ રામ મંદિરના નિર્માણનો મુદ્દો ઉઠાવતાં રહ્યાં છે. તોગડિયાએ તો તાજેતરમાં ત્યાં સુધી કહ્યું કે જ્યારે કેન્દ્રમાં પોતાના ભાઇ મોદીનીએ સરકાર છે તો મંદિર નિર્માણને લઇને આંદોલન કરવાની જરૂર નહી પડે.

ધર્મ સંસદમાં શનિ શિંગણાપુર મંદિરનો મુદ્દો પણ ગાજ્યો. કાશી સુમેરૂ પીઠના શંકરાચાર્ય સ્વામી નરેન્દ્રાનંદ સરસ્વતી કહ્યું કે ‘આ દુનિયામાં કશું જ સમાન નથી તો પછી સિસ્ટમ દરેક માટે કઇ રીતે સમાન હોઇ શકે. મને લાગે છે શનિ શિંગણાપુરમાં પરંપરાના પાલનની આવશ્યકતા છે. મને લાગે છે કે પ્રતિમાને ફક્ત પુજારીઓ દ્વારા સ્પર્શ કરવામાં આવે. તેમાં વહિવટીતંત્રીએ દરમિયાનગિરી ન કરવી જોઇએ અને જો આમ થશે તો કલેહની સ્થિતી સર્જાઇ શકે છે.’

દાંડી સંન્યાસી સંઘના સ્વામી બ્રહ્માશ્રમે કહ્યું કે આપણે આપણી પરંપરા બદલવી ન જોઇએ. આ મુદ્દે રાજકારણ રમાઇ રહ્યું છે. જો કોઇ પરંપરાની સાથે ખિલવાડ કરે છે તો આ ઘાતક નિવડી શકે છે.

You might also like