શુક્રવારે ઘનતેરસ, આ પાંચ વસ્તુ ખરીદો અને હંમેશા રાખો લક્ષ્મીની કૃપા તમારી પર

આ વર્ષની શરૂઆત શુક્રવારથી થશે અને નવું સંવત પણ શુક્રવારથી શરૂ થશે. તેથી જ આ વખતે રાજાગ્રહ શુક્ર છે. શુક્રવારનો દિવસ લક્ષ્મીજીનો દિવસ છે. તેથી જ ધન અને વૈભવની કામના સાથે શુક્રવારે ઘણા લોકો વૈભવ લક્ષ્મીની વ્રત કરતા હોય છે. ત્યારે સંજોગો વસાત આ વખતે શુક્રવારે જ ધનતેરસ છે. ત્યારે આ વખતની ધનતેરસનું ખાસ મહત્વ છે. ધન અને વૈભવની કામના ઇચ્છા લોકોએ આ દિવસે અચૂકતી આ પાંચ વસ્તુ ખરીદવી જોઇએ.

હીરાને જ્યોતિશ શાસ્ત્ર પ્રમાણે શુભ માનવામાં આવે છે. આ ધન તેરસે હીરાની ખરીદી તમારા માટે ભાગ્યશાળી સાબિત થઇ શકશે. તેનાથી તમને ધન અને યશ બંને પ્રાપ્ત થશે. મહિલાઓ માટે ખાસ તેની ખરીદી શુભ રહેશે.  ચાંદીનું વાસણ કે પછી સિક્રો પણ શુભ છે. લક્ષ્મી પૂજન માટે ચાંદીનું વાસણ ખરદી અને દેવી લક્ષ્મીની પૂજા તેમાં કરવી. ચાંદીના લક્ષ્મી અને ગણેશજીની પણ ખરીદી કરી શકાય છે. પૂજા પછી તેને તમારી તિજોરીમાં રાખી નિયમીત ધૂપ અને અગરબત્તી કરવાથી ચોક્કસથી ધનની વૃદ્ધી  થશે.

ધનતેરસના દિવસે ધાણાની ખરીદી કરો. તે ધનનું પ્રતિક માનવામાં આવે છે. લક્ષ્મી પૂજનના સમયે દેવીને ધાણા અર્પિત કરો ત્યાર બાદ બગીચામાં તેના થોડા બીજ રોપી લો, જ્યારે થોડા દાણા કોળી અને ગોમતી ચક્ર સાથે પોટલી વાળી તીજોરીમાં મૂકી દો. ધનતેરસના દિવસે પત્ની માટે લાલ વસ્ત્ર અને શ્રૃગાંરનો સામાન ખરીદી તેને ભેટ કરો. અવિવાહિત વ્યક્તિ અન્ય કોઇ સુહાગણ સ્ત્રીને આ રીતની ભેટ આપીને લક્ષ્મીની કૃપા પોતાની પર કાયમ રાખી શકે છે.  તિજોરી કે સ્ટિલના વાસણ ખરીદવા માંગતા હોવ તો પણ આ દિવસે તે ખરીદી શકાય છે. જોકે એલ્યુમિન્યમ અને શીશાની વસ્તુ ક્યારે પણ ધનતેસરસે ન ખરીદીવી જોઇએ. દિવાળી પૂજન માટે લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ પણ ધનતેરસના દિવસે જ ખરીદી લેવી જોઇએ.

You might also like