ધનતેરસનાં દિવસે જાણો કઇ-કઇ ચીજવસ્તુઓ ખરીદવી છે શુભ-અશુભ?

ન્યૂ દિલ્હીઃ દિવાળીની શરૂઆત ધનતેરસથી જ થઇ જતી હોય છે. આ દિવસે ધનનાં દેવતા ભગવાન કુબેર અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. દરેક વર્ષે ધનતેરસ કારતક માસનાં 13માં દિવસ અને દિવાળીથી બે દિવસ પહેલા મનાવવામાં આવે છે.

માન્યતા એવી છે કે ધનતેરસનાં દિવસે ક્ષીર સાગરનાં મંથન દરમ્યાન જ માં લક્ષ્મી અને ભગવાન કુબેર પ્રગટ થયા હતાં. જેથી ધનતેરસનાં દિવસે સોના-ચાંદી અને વર્તન ખરીદવાનું શુભ માનવામાં આવે છે. આ વખતે ધનતેરસ 5 નવેમ્બરનાં રોજ મનાવવામાં આવશે. આ દિવસે સામાન ખરીદવાનું શુભ મુહુર્ત માત્ર 1 કલાક 57 મિનીટને માટે હશે કે જે સાંજનાં 6:20થી 8:17 મિનીટ સુધી રહેશે. તો આવો જાણીએ કે ધનતેરસનાં દિવસે શું ખરીદી કરવી અને શું નહીં.

ધનતેરસનાં દિવસે શું ખરીદો?
1. ધનતેરસને ધન્વંતરિ ત્રિયોદશી પણ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન ધન્વંતરિ સાગર મંથન દરમ્યાન હાથમાં કળશ લઇને જન્મ્યા હતાં. જેથી ધનતેરસનાં દિવસે વાસણ ખરીદવા એને ખૂબ શુભ માનવામાં આવે છે. ધન્વંતરિ દેવતાને પિત્તળ પણ ખૂબ પ્રિય હતું. આપ ઇચ્છો છો તો પિત્તળનાં વાસણ ખરીદી શકો છો.
2. ભગવાન કુબેરને ચાંદી ખૂબ પ્રિય હોય છે. ધનતેરસનાં દિવસે ચાંદીનાં વર્તન અથવા ઘરેણાં અથવા તો સિક્કા ખરીદી શકો છો. એવી માન્યતા છે કે આ દિવસે ચાંદી ખરીદવાથી યશ, કીર્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ હોય છે.
3. માતા લક્ષ્મીને કોડિયા, યંત્ર અને ધાણાં ખૂબ પ્રિય હોય છે. જેથી ધનતેરસનાં દિવસે કોડિયા ખરીદીને, દિવાળીનાં દિવસે આની પૂજા કરીને પોતાની તિજોરીમાં રાખો. માન્યતા છે કે આવું કરવાંથી ધનની હાનિ નથી થતી. ત્યાં સમૃદ્ધિ વચ્ચે ખરીદી કરીને દિવાળીને આનંદથી ઉજવો. આવું કરવાંથી પણ ધનનું નુકસાન નથી થતું.
4. ધનતેરસને માટે ધનની માતા લક્ષ્મી ઘરમાં આવે છે અને તે માત્ર સ્વચ્છ ઘરમાં જ પ્રવેશ કરે છે. જેથી આ દિવસે ઝાડું ખરીદવાનું પણ શુભ માનવામાં આવે છે.
5. કેમ કે ધનતેરસથી દિવાળીની શરૂઆત થઇ જાય છે. જેથી આ વખતે જ દિવાળીનાં દિવસે પૂજવામાં આવતી લક્ષ્મી-ગણેશની મૂર્તિ અને માટીનાં કોડિયા ખરીદવાનું ખૂબ સારું માનવામાં આવે છે.
6. આ ઉપરાંત પણ લોકો પોતાની જરૂરિયાતનો સામાન જેવાં કે ફ્રિજ, ફર્નીચર, વોશિંગ મશીન અને મિક્ષર જેવું વગેરે પણ ખરીદી શકો છો.

શું ન ખરીદો?
1. એવી માન્યતા છે કે ધનતેરસનાં દિવસે ગાડી ખરીદવાનું શુભ માનવામાં આવે છે પરંતુ આ દિવસે રાહુ કાળ રહે છે અને આ કાળમાં વાહન ખરીદવાનું સારું નથી હોતું.
2. ધનતેરસનાં દિવસે કાચનો સામાન નહીં ખરીદવો.
3. ધનતેરસનાં દિવસે ધારદાર સામાન જેવાં કાંચી, ચાકૂ વગેરે નહીં ખરીદવું જોઇએ.
4. માત્ર ધનતેરસ જ નહીં પરંતુ હિંદુ ધર્મમાં પણ દરેક તહેવારોમાં કાલો રંગ પહેરવો એ અશુભ માનવામાં આવે છે. જેથી ધનતેરસનાં દિવસે પણ કાળા રંગની ચીજવસ્તુઓને અવોઇડ કરો.

You might also like