ધનતેરશે કરવા જેવા દિવ્ય મંત્ર

કોઇ શુક્રવારની રાત્રે દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી એક અકિક માળા લેવી અને એક સો આઠ વાર ૐ ૐ હ્રીં હ્રીં શ્રીં શ્રીં લક્ષ્મી વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો. ત્યાર પછી માળાને લક્ષ્મીજીના મંદિરમાં અર્પણ કરી દેવી. ધન સાથે જોડાયેલી સમસ્યાઓનું સમાધાન આવી શકે છે. અકિક પથ્થર લઇને કોઇ મંદિરમાં અર્પણ કરી દેવા. અર્પણ કરવાની સાથે જ એવું કહેવું કે, અમુક કાર્યોમાં વિજય થવા માંગુ છું તો તે કાર્યમાં વિજય પ્રાપ્ત થાય.
જે વ્યક્તિ શ્રેષ્ઠ ધનની ઇચ્છા રાખે છે, તે રાત્રે ૨૭ અકિક પથ્થર લઇને તેના ઉપર માતા લક્ષ્મીનું ચિત્ર સ્થાપિત કરવું.
ગોમતી ચક્રઃ-
ગોમતી ચક્ર એક ખાસ પથ્થર છે. તેનો રંગ સફેદ હોય છે. આ પથ્થરની ઉપરની પરખ ઉપસેલી હોય છે અને નીચેની પરખ સપાટ હોય છે. સપાટ બાજુએ સાત સાત બનેલો જોવા મળે છે. આ પથ્થરનો ઉપયોગ ઘણાં પ્રકારની તાંત્રિક ક્રિયાઓમાં પણ થાય છે. એવું માનવામાં આવે છે કે, ગોમતી ચક્ર ખૂબ જ ચમત્કારી હોય છે. જ્યોતિષમાં ગોમતી ચક્રના ઘણાં ઉપાયો જણાવવામાં આવ્યા છે. ગોમતી ચક્ર કોઇપણ પૂજા સામગ્રીની દુકાન પર સરળતાથી મળી જાય છે.
ઉપાયઃ-
જો કોર્ટ કચેરી જતી સમયે ઘરની બહાર ગોમતી ચક્ર રાખીને તેના પર જમણો પગ રાખવામાં આવે તો તે દિવસે કોર્ટ કચેરીમાં સફળતા પ્રાપ્ત થવાના યોગ વધી જાય છે. જો દુશ્મન વધી ગયા હોય તો જેટલા અક્ષરનું દુશ્મનનું નામ છે, તેટલાં જ ગોમતી ચક્ર લઇને તેના પર દુશ્મનનું નામ લખીને તેને જમીનમાં દાટી દેવાં જોઇએ જેનાથી દુશ્મન પરાસ્ત થઇ જાય છે. જો પૈસા સાથે સંબંધિત સમસ્યા છે તો ૫ાંચ ગોમતી ચક્ર ધન સ્થાન એટલે એવી જગ્યાએ રાખવાં, જ્યાં તમે પૈસા રાખતાં હોવ. ધનની સમસ્યા સમાપ્ત થઇ શકે છે.
કાળી હળદરઃ-
ખાવાના ઉપયોગમાં આવતી હળદર તો બધાએ જોઈ હશે, પરંતુ તાંત્રિક ઉપાયોમાં ઉપયોગ કરવામાં આવતી કાળી હળદર વિશે ખૂબ જ ઓછા લોકો જાણતા હશે. હળદર અનેક પ્રકારની હોય છે અને આપણે જે ખાવામાં ઉપયોગ કરીએ છીએ તે પીળી હળદર છે. કાળી હળદરનો ઉપયોગ ખાવામાં નથી થતો, પરંતુ તંત્રશાસ્ત્રમાં તેના ઉપયોગ વિશે ઘણું બધુ બતાવ્યું છે. કાળી હળદરના ઉપાયોથી રૂપિયાની તંગી ચમત્કારિક રીતે દૂર થાય છે.
કાળી હળદરના સાત થી નવ ગાંઠિયા બનાવો. આ ગાંઠિયાને સાફ દોરામાં પરોવી લો. ત્યારબાદ આ માળાનું ધૂપ અને લોબાનના શોધન કર્યા પછી પહેરી લો. જે પણ વ્યક્તિ આ પ્રકારની માળા પહેરે છે, તે બધા પ્રકારના ગ્રહદોષોથી, ટોણાં ટોટકાથી અને ખરાબ નજરથી સુરક્ષિત રહે છે. જો તમે કોઈ ખાસ કામ માટે જઈ રહ્યા હોવ તો ઘરેથી નીકળતાં પહેલા કાળી હળદરનું તિલક કરીને પ્રસ્થાન કરો. આ તિલક તમારું આકર્ષણ વધારશે. કાળી હળદરને તંત્ર અનુસાર વશીકરણ માટે જબરદસ્ત માનવામાં આવે છે. જો તમે ઈચ્છતા હોવ કે સમાજમાં તમારું આકર્ણણ વધે તો કાળી હળદરનું તિલક એક સરળ ઉપાય છે.
મંત્ર- અૈં હ્રીં શ્રીં ક્લીં
જો તમે ઇચ્છો છો કે, તમારા ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી આવે નહીં અને અનાજનો ભંડાર ભરેલો રહે તો ૧૧ લઘુ નારિયેળ એક પીળા કપડામાં બાંધીને રસોઈ ઘરમાં પૂર્વ ખૂણામાં બાંધી દેવું. જેનાથી તમારી મનોકામના પૂર્ણ થઇ શકે છે. લાલ કપડાંની ઉપર દક્ષિણાવર્તી શંખ રાખીને તેમાં ગંગાજળ ભરો અને કુશના આસન ઉપર બેસી આ મંત્રનો જાપ કરો.
ૐ લક્ષ્મી સહોદરાય નમઃ
આ મંત્રની ઓછામાં ઓછા પાંચ માળા જાપ કરો અને ત્યારબાદ શંખને પૂજા સ્થાન ઉપર સ્થાપિત કરી દો.•

You might also like