ઢાકા પર હુમલા બાદ બંગાળ, આસામ પર આતંકીઓ કરી શકે છે હુમલો

નવી દિલ્હી : ઢાકા પર કરેલા આતંકી હુમલા બાદ ભારતી સુરક્ષા એજન્સીએ પશ્ચિમ બંગાળ અને આસામ પર આતંકી હુમલાની આશંકા જણાવી છે. સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે આતંકી સંગઠન આઇએસઆઇએસના ઓનલાઇન એજન્ડા મુજબ ભારતીય યુવાનોને હુમલો કરવા ઉશ્કેરી રહ્યા છે. ભારતીય મુસ્લિમ યુવાનોને જેહાદમાં શામેલ થવા ઇરાક અને સીરિયા જવાનો વિકલ્પ આપી રહ્યાં છે.

ઇરાક અને સીરિયામાં આ યુવાનોને જિહાદ માટે તૈયાર કરી ભારત પર હુમલો કરવા પરત મોકલે છે. આઇએસ આતંકી સંગઠન જેહાદી બેસ બનાવવા માટે પાકિસ્તાન અને બાંગ્લાદેશનો ઉપયોગ કરી શકે છે. આઇએસ આતંકી સંગઠને ભારત પર હુમલો કરવા અંગેનો હેતુ સ્પષ્ટ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે આ અંગેનો ખુલાસો એપ્રિલમાં ઓનલાઇન પત્રિકા દબિકને આપેલા એક ઇન્ટરવ્યુંમાં શેખ અબુએ કહ્યું હતું કે આઇએસઆઇએસ બાંગ્લાદેશમાં સંપૂર્ણ રીતે પોતાનો બેસ તૈયાર કરી લે ત્યારબાદ ભારતના પૂર્વીય અને પશ્ચિમી વિસ્તારમાં હુમલો કરી શકે છે.

શેખે જણાવ્યું હતું કે ભારત પર ગોરિલો હુમલો કરવા અને જેહાદી બેસ બનાવવા માટે બાંગ્લાદેશ સૌથી સારી અને ચોક્કસ રણનીતિક જગ્યા છે. આ દરમિયાન એનઆઇએ દ્વારા શંકાસ્પદ આતંકીઓની ધરપકડ બાદ ખુલાસો કર્યો હતો કે આઇએસઆઇએસ ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિ અને સાંપ્રદાયિક હિંસા કરવાની યોજના બનાવી રહ્યું છે. આ અંગેનો ખુલાસો ઇન્ડીયન મુજાહુદ્દીનના ધરપકડ કરાયેલા સભ્યે કર્યો હતો જે હવે આઇએસ આતંકી સંગઠનમાં શામેલ છે.

You might also like