બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ પૂજારીની કુહાડીથી હત્યા

બાંગ્લાદેશઃ બાંગ્લાદેશમાં એક વખત ફરી હિંદૂ પૂજારીની હત્યા કરવામાં આવી છે. સ્થાનિક પોલીસે આપેલી માહિતી મુજબ ઝિન્યાદ જિલ્લામાં ત્રણ મોટરસાઇકલ સવાર હુમલાખોરોએ પૂજારી પર કોઇ ધારદાર હથિયારથી વાર કર્યો છે. જેના કારણે તેઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા છે.

પોલીસ પ્રમાણે રાજધાની ઢાકાના દક્ષિણ પશ્ચિમમાં 300 કિલોમીટર દૂર ઝિન્યાદ જિલ્લામાં એક મંદિરમાં 45 વર્ષીય શ્યામનોન્દાનો મૃતદેહ મળી આવ્યો હતો. જિલ્લાના પ્રશાસનિક અધિકારી મહેબુબર રહમેને જણાવ્યું છે કે સવારે પૂજારી ફૂલ લેવા માટે ગયા હતા. ત્યારે જ મોટરસાઇકલ પર સવાર યુવાનો ત્યાં આવ્યાં અને તેમની હત્યા કરી નાખી છે.

રહમાને જણાવ્યું કે જે રીતે હત્યા કરવામાં આવી છે તેમાં કોઇ સ્થાનિક આતંકીનો હાથ હોવો જોઇએ. હાલમાં બાંગ્લાદેશમાં અનેક લોકોની હત્યાનો મામલો સામે આવ્યો છે. આ હત્યાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી છે. બાંગ્લાદેશમાં 1.5 કરોડ હિંદૂઓ વસે છે. જૂન 2016માં નવગંગા મંદિરના પૂજારી અનંત ગોપાલ ગંગુલની પણ આવી જ રીતે તિક્ષણ હથિયારોથી હત્યા કરવામાં આવી હતી. જ્યારે આ પહેલા ફેબ્રુઆરીમાં પણ એક પૂજારીની હત્યા કરવામાં આવી હતી.

You might also like