‘ધડક’ એ 2016ની મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ પર આધારિત હિન્દી ફિલ્મ

ધડક એ ૨૦૧૬ની મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ પર આધારિત હિન્દી ફિલ્મ છે. ફિલ્મનું નિર્દેશન શશાંક ખેતાને કર્યું છે. ફિલ્મના નિર્માતા કરણ જોહર, અપૂર્વ મહેતા, હીરુ યશ જોહર અને ઝી સ્ટુડિયો છે. ફિલ્મમાં ઇશાન ખટ્ટર અને જાહ્નવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે. રોમેન્ટિક બોલિવૂડ ડ્રામા ફિલ્મની કહાણી સુંદર રીતે ગૂંથવામાં આવી છે.

ફિલ્મનાં ગીતો રિલીઝ પહેલાં જ હિટ થયાં છે. ‘સૈરાટ’ ફિલ્મમાં રિન્કુ રાજગુરુ અને આકાશ થોસરે મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. ‘ધડક’ જાહ્નવી કપૂરની ડેબ્યૂ ફિલ્મ છે, જ્યારે ઇશાન ખટ્ટર બીજી વાર મોટા પડદે જોવા મળશે. આ પહેલાં તે જાણીતા ડિરેક્ટર માજિદ મજિદીની ફિલ્મ ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’થી ડેબ્યૂ કરી ચૂક્યો છે.

ઉદયપુરના શાહી પરિવારની છોકરીની આ વાત છે. આ બોલિવૂડની મસાલા ફિલ્મ નથી, જેમાં આખરે માતા-પિતા માની જાય છે અને ફિલ્મનો અંત શાનદાર હોય છે. આ ફિલ્મમાં રિયલ લાઇફનું સત્ય દર્શાવાયું છે. •

You might also like