વણઝારાનો ખુલાસો, એન્કાઉન્ટન ન થયું હોત તો PM મોદી આજે જીવીત ન હોત

અમદાવાદઃ ગુજરાતના પૂર્વ આઇપીએસ ઓફિસર અને નકલી એન્કાઉન્ટ કેસના આરોપી ડી.જી. વણઝારાએ સમ્માન રેલીમાં જણાવ્યું હતું કે જો આ એન્કાઉન્ટર ન થયું હોત તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જીવીત ન  હોત. પોતાના સમ્માનમાં આયોજીત એક કાર્યક્રમમાં વણઝારાએ કહ્યું હતું કે જે પણ એન્કાઉન્ટર કરવામાં આવ્યાં છે તે કાયદાનું ધ્યાન રાખીને કરવામાં આવ્યાં છે. જેલમાંથી છૂટ્યા પછી વણઝારાએ અત્યાર સુધી 56 જનસભા અને કાર્યક્રમોમાં ભાગ લીધો છે. ત્યારે સોમવારે અમદાવાદમાં પણ એક રોડ શો સાથે સમ્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વણઝારાને 10 રૂપિયાના સિક્કાઓથી તોલવામાં આવ્યા હતા. ત્યાર બાદ વણઝારાએ મંચ પરથી લોકોને સંબોધિત કર્યા હતા.

વણઝારાએ કહ્યું હતું કે તેમની દસ વર્ષ પહેલાં ધરપકડ કરવામાં આવી હતી. તેમની પર ખોટુ એન્કાઉન્ટર કરવાનો આરોપ હતો. પરંતુ જો આ બધુ ન કરવામાં આવ્યું હોત તો ગુજરાત આજે કાશ્મીર બની ગયું હોત તેમ વણઝારાએ જણાવ્યું હતું. વણઝારાએ વિધાનસભા ચૂંટણી લડવા અંગે પણ જણાવ્યું છે. જોકે તેઓ રાજનીતિક સફરની શરૂઆત કયાં પક્ષ સાથે જોડાઇને કરશે તે અંગે સ્પષ્ટતા કરી નથી. શક્તયતા છે કે તેઓ ભાજપમાં જોડાઇને ચૂંટણી લડી શકે છે.

http://sambhaavnews.com/

You might also like