આ મંદિરમાં ભક્તો નાળિયરના બદલે ચઢાવાય છે ડુંગળી..

રાજસ્થાનમાં દેશનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં ભગવાનને પ્રસાદ તરીકે ડુંગળી ચઢાવવામાં આવે છે. આ પરંપરા અહીં છેલ્લાં હજાર વર્ષોથી ચાલતી આવી છે. આ ગામ રાજસ્થાનના ગોગામેડી (હનુમાનગઢ)માં આવેલું છે. ભક્તો દ્વારા ડુંગળી ચઢાવાથી અહીના ગોગોજી અને ગુરૂ ગોરખનાથ મંદિરમાં ડુંગળીનો ઢગલો જોવા મળે છે.

કદાચ આ દેશનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં ભગવાનને ડુંગળી અને દાળ ચઢાવામાં આવે છે. દરેક ભક્તો ગોગાજી અને ગુરૂ ગોરખનાથના મંદિરમાં પ્રાર્થના કરતી વખતે ઓછામાં ઓછા 250 ગ્રામ ડુંગળી અને દાળ ચાઢાવે છે. ઉલ્લેખનીય છે કે ભાદરવાની શરૂઆતમાં અહીં 15 દિવસનો મેળો ભરાય છે. જે દરમિયાન અહી 40-50 લાખ લોકો દર્શન માટે આવે છે, જેના પરિણામે અહી 50થી 70 ક્વીન્ટલ ડુંગળી ભેગી થઇ જાય છે.

ચઢાવા તરીકે મળેલી ડુંગળીઓ વેચીને મળ્યા પૈસાથી ભંડારો અને ગૌશાળા ચલાવવામાં આવે છે. જણાવામાં આવે છે કે અહીં આશરે એક હજાર વર્ષ પહેલાં ગોગાજી અને હુમલાખોર મહમદ ગજનવીની વચ્ચે યુદ્ધ થયુ હતું. ગોગાજીએ જુદીજુદી જગ્યાઓથી સેના બોલાવી હતી. યુદ્ધ માટે અહીં આવેલા જવાનો પોતાની સાથે એલાઉન્સ તરીકે પોતાની સાથે ડુંગળી અને દાળ લઈને આવ્યાં હતા. યુદ્ધમાં ગોગાજી મૃત્યુ પામ્યા હતા. અને પાછા ફરતી વખતે સૈનિકોએ ગોગાજીની સમાધી પર ડુંગળી અને દાળ અર્પણ કર્યુ હતું. જેના કારણે કહેવામા આવે છે ત્યારથી જ અહીં ડુંગળી અને દાળ ચઢાવવાની પરંપરા શરૂ થઈ છે. ગોગાજી મંદિર રાજસ્થાનના દેવસ્થાન વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે, જ્યારે ગુરૂ ગોરખનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે.

You might also like