ચાણોદમાં નર્મદા કિનારે ગંગા દશેરાની ભવ્ય ઉજવણી, ઉમટયું માનવ મહેરામણ

વડોદરાઃ જિલ્લાનાં ડભોઈ તાલુકાનાં ચાંદોદ નર્મદા કિનારે ગંગા દશેરાની નવમા દિવસની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરાઇ હતી. 10 હજારથી વધુ શ્રદ્વાળુઓએ ભાગ લઇને માં નર્મદા નદીમાં સ્નાન કર્યું હતું. જેને લઇને નર્મદા નદીને દૂધથી અભિષેક કરાયો હતો. બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી.

ગંગા દશેરાની ઉજવણીમાં અનેક માનવ મહેરામણ ઉમટયું હતું. મહત્વપૂર્ણ છે કે, આ પર્વ દરમ્યાન અનેક શ્રદ્વાળુઓ નર્મદાને સાડી પહેરાવે છે. આ સાડી પહેરવાથી મનની ઇચ્છાઓ પૂરી થાય છે.

એવું કહેવાય છે કે જેઠ સુદ ૧થી જેઠ સુદ દશમ સુધી ગંગા દશેરાની ઉજવણી કરવામાં આવે છે કે જ્યાં નર્મદા અને ગંગા નદીનો સુમેળ થાય છે. જેને લઇને આ દિવસોમાં નર્મદા કે ગંગાનાં કિનારે જો માંની આરાધના કરીને તેમાં સ્નાન કરવામાં આવે તો ૧૦ જાતનાં મનુષ્યઓએ કરેલા પાપોમાંથી મુક્તિ મળે છે.

જેને લઇને વડોદરા જિલ્લાનાં ડભોઇ તાલુકાનાં ચાદોદ નર્મદા કિનારે ગંગા દશેરા વર્ષોથી પરંપરાગત રીતે હર્ષો ઉલ્લાસથી મહલ્લાવ ઘાંટ ખાતે તેની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ૯માં દિવસે ૧૦,૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓએ ભાગ લઇને નર્મદામાં સ્નાન કર્યું હતું.

જેમાં દૂધનો અભીષેક, કંકુ, ચોખા સહિત ચાદોદનાં બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પુજા અર્ચના કરવામાં આવી હતી. આ પર્વમાં આમ ૧૦ દિવસનો મહિમા છે. જેથી જેમ જેમ દિવસો જાય તેમ તેમ માનવ મેહરામણ ઉમટી પડે છે.

એટલું જ નહીં આ પર્વ દરમ્યાન દૂર દૂરથી અનેક શ્રધ્ધાળુઓ ચાંદોદ ખાતે આવી પહોંચે છે. ચાંદોદ એક દક્ષિણ પ્રયાગ તિર્થ ક્ષેત્ર તરીકે પુરા ભારત ભરમાં પ્રખ્યાત છે. અહીં આ પર્વ દરમ્યાન અનેક શ્રધ્ધાળુઓ દ્વારા માં નર્મદાને સાડી પહેરાવવાની પણ એક વર્ષો પુરાણી પ્રથા છે ને સાથે સાથે એમ કહેવાય છે કે માં નર્મદાને જો સાડી પહેરાવવામાં આવે તો તમારા મનની દરેક ઇરછાઓ પુર્ણ થાય છે. જેને લઇને અનેક શ્રધ્ધાળુઓ બોટમાં બેસીને સાડી પહેરાવતા નજરે પડે છે.

લોક માન્યતા મુજબ ગંગા દશેરાનાં પવિત્ર દિવસોમાં નર્મદા અને ગંગા નદીનો સુમેળ થાય છે. આ દિવસોમાં નર્મદામાં સ્નાન કરવાથી ગંગામાં સ્નાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થતું હોવાંથી સાંજનાં સમયે દૂધ અભીષેક કરીને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પુજા કરવામાં આવે છે અને આવતી કાલે ૧૦મો દિવસ હોવાંથી ચાદોદ ખાતે હજારોની સંખ્યામા શ્રધ્ધાળુઓ આવી પહોંચશે.

You might also like