શરીર હલશે તો પેદા થશે ઉર્જા, અને તેનાથી ચાર્જ થશે મોબાઈલ!

અમેરિકાની યુનિવર્સિટી ઓફ બફેલોના નિષ્ણાતોએ એક મેટલિક ટેબ જેવું ડિવાઈસ તૈયાર કર્યું છે, જે માનવશરીર સાથે કનેક્ટેડ હોય ત્યારે એના હલનચલનમાંથી પેદા થતી ઊર્જાનું ઈલેક્ટ્રિસિટીમાં રૂપાંતર કરે. તમે કસરત કરો, ચાલો કે ઈવન આંગળી પણ હલાવો તોય એમાંથી ઊર્જા પેદા થાય અને એ નવા શોધાયેલા ડિવાઈસમાં સંઘરાય.

નિષ્ણાતોએ સાથે મળીને ટ્રાઈબોઈલેક્ટ્રિક નેનો જનરેટર તૈયાર કર્યું છે, જે ‌િમકેનિકલ ઊર્જાને ઈલેક્ટ્રિક ઊર્જામાં ફેરવીને ઈલેક્ટ્રોનિક ડિવાઈસ ચાર્જ કરી શકાય એવી ઊર્જામાં રૂપાંતરિત કરે છે. નિષ્ણાતોનું કહેવું છે કે માનવશરીર અખૂટ ઊર્જાનો સ્રોત છે તો શા માટે આપણા જ શરીરની ઊર્જાનો ઉપયોગ ન કરીએ?

You might also like